________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ સ્વાનુભૂતિદર્શન પ્રશ્નઃ- વર્ણગુણ દેખાય નહિ, પણ તેની કાળી-પીળી પર્યાય ઉપ૨થી તેનો ખ્યાલ આવે. તેમ શું પર્યાય કે ગુણભેદ ઉપરથી દ્રવ્યસ્વભાવનો ખ્યાલ આવતો હશે ? સમાધાનઃ- જે નથી જાણતો તેને પર્યાયથી સામાન્યનો ખ્યાલ કરાવવામાં આવે છે, પણ તેથી સામાન્ય સીધું ખ્યાલમાં ન આવે એવું નથી, સામાન્ય સામાન્યથી ખ્યાલમાં આવે છે. જેમ વર્ણથી પુદ્દગલ જણાય છે તેમ વિશેષના જ્ઞાનથી આત્માનો ખ્યાલ કરાવતાં તે સીધો ન જણાય એવું નથી. પહેલાં તેને અનુમાનજ્ઞાન હોય છે એટલે વિશેષથી સામાન્યનો ખ્યાલ કરાવાય; પણ જ્યાં સામાન્ય ઉપ૨ દૃષ્ટિ ગઈ તો સામાન્ય સામાન્યથી જણાય છે, પોતે પોતાના અસ્તિત્વથી જણાય છે. સામાન્ય સ્વરૂપ પોતે પોતામાં અસ્તિરૂપ છે, કાંઈ નાસ્તિરૂપ નથી; તેથી પોતે પોતાના અસ્તિત્વથી અભેદરૂપે જણાય છે પોતે ચૈતન્ય છે, માટે પોતે પોતાના સામાન્ય સ્વરૂપને જાણે છે. વિશેષથી સામાન્યને જાણતાં લક્ષણ-લક્ષ્યનો ભેદ પડે છે; પણ જ્ઞાની સામાન્ય સ્વરૂપને પોતે પોતાથી જાણે છે કે આ હું છું. આ હું ચૈતન્ય છું, એમ પોતે ગુણના ભેદ પાડયા વગર અભેદ સ્વરૂપે શ્રદ્ધા કરે છે અને જ્ઞાનમાં જાણે છે. જેમ પ્રત્યક્ષ કેવળજ્ઞાન થાય તે સીધું સામાન્યને જાણે છે તેમ સમ્યગ્દષ્ટિ પણ સામાન્યને પોતે પોતાના અનુભવમાં જાણે છે, અસ્તિસ્વરૂપ હું છું એમ જાણે છે. સામાન્ય ન જણાય એમ નથી, પોતાના અસ્તિત્વથી પોતાને જણાય છે. ૨૮૪.
પ્રશ્ન:- વિચાર અને ધ્યાનમાં શું ફેર ?
સમાધાનઃ- આત્માના વિચાર છે તે જ્ઞાનની પર્યાય છે. દ્રવ્ય કેવું છે? ગુણો કેવા છે? તેમ વિચારમાં અનેક ભેદ પડે છે-અને ધ્યાન એટલે એકાગ્રતા, આત્મામાં એકાગ્ર થવું તે. એક અગ્ર આત્માને લક્ષમાં લઈને-મૂળ વસ્તુને ગ્રહણ કરીને–તેમાં એકાગ્રતા કરવી તેનું નામ ધ્યાન છે.
વિચારમાં તો અનેક પ્રકારના ભેદ પડે છે. ગુણભેદ, પર્યાયભેદ વગેરે બધાના વિચાર આવે; પણ ધ્યાનમાં તો આત્માને લક્ષમાં લઈને ૫૨થી ને વિભાવથી જુદો તથા ક્ષણિક પર્યાય જેટલો પણ હું નથી એમ ભેદજ્ઞાન કરી, બસ, એક ચૈતન્યમાં લીનતા-એકાગ્રતા કરે છે. ભેદજ્ઞાન કરી તેમાં એકાગ્રતા ક૨વી તે ધ્યાનનું લક્ષણ છે. ૨૮૫.
પ્રશ્ન:- આત્મામાં રાગ થાય છે, છતાં રાગ થતો નથી તેમ કેમ કહેવામાં આવે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com