________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
[સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- જ્ઞાનના પ્રયત્નની કચાશ છે, જોકે તેને અમુક અંશે તો ચારિત્ર છે.
જ્યાં શ્રદ્ધા યથાર્થ થાય છે ત્યાં જ્ઞાયકની પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે અને તેથી અમુક પ્રકારે જુદો પડી જાય છે. છતાં ચારિત્ર બાકી છે તે તેના પ્રયત્નની ખામી છે. તો પણ શ્રદ્ધામાં એટલું બળ છે કે તે પ્રયત્ન કરી અવશ્ય પાર પડવાનો જ છે. જ્ઞાનનો પ્રયત્ન ચાલુ રહે છે, પ્રયત્ન છૂટી જતો નથી. ક્ષણે ક્ષણે જે વિભાવ પરિણતિ ઊભી થાય છે તેની સામે તેનો એકત્વ ના થાય એટલો જોરદાર પ્રયત્ન ઊભો જ રહે છે. શ્રદ્ધાના બળથી ને જ્ઞાયકની પરિણતિથી ક્ષણે ક્ષણે પરિણતિને પોતા તરફ ખેંચતો પોતે ઊભો રહે છે. તેના પ્રયત્નમાં જેટલું બળ હોય તેટલું સહજપણે રહે છે. તેને અમુક (ચારિત્રના) પ્રયત્નની કચાશને લઈને વાર લાગે છે છતાં જ્ઞાયકની ધારા ક્ષણે ક્ષણે હાજર જ રહે છે. તેથી પર સાથે એકત્વ થતો નથી. શ્રદ્ધાના બળથી એટલો પ્રયત્ન તેને પ્રગટ થયો છે અર્થાત્ તેને એટલો જોરદાર પ્રયત્ન સાથે રહે છે કે વિભાવ કે પર સાથે એકત્વ થતું જ નથી. વિભાવ સાથે અનાદિનું એકત્વ હતું તે એકત્વ હવે નથી થતું, દરેક કાર્યમાં જુદો ને જુદો રહે છે. સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ત્યારથી વિભાવ સાથેનું એકત્વ કોઈ ક્ષણે થતું નથી. એવો તેનો સહજ પ્રયત્ન ચાલે છે કે પરના કોઈ કાર્યમાં કે શુભાશુભના કોઈ વિકલ્પમાં એકત્વ થતું નથી. ઊંચામાં ઊંચા શુભ વિકલ્પ હોય તો પણ એકત્વ થતું જ નથી, તેનાથી વિશેષ પ્રયત્ન નથી એટલે તેને ચારિત્રદશામાં વાર લાગે છે. ૨૮૮. પ્રશ્ન:- માર્ગની શરૂઆત જ અઘરી છે કે આખો માર્ગ જ એ પ્રમાણે પુરુષાર્થ માંગે છે ? સમાધાન- શ્રીમમાં આવે છે કે પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. અનાદિથી એકત્વબુદ્ધિ ગાઢ થઈ રહી છે. તેમાંથી તેને પસાર થવું વિકટ લાગે છે. પછી તો તેને માર્ગ સહજ અને સુગમ છે. પોતાના સહજ સ્વભાવને જેણે ઓળખ્યો અને જેને સ્વભાવ પ્રગટ થયો તેને પછી માર્ગ સહજ અને સુગમ છે. જેવી પહેલી ભૂમિકા કઠણ હોય છે તેવી દરેક ભૂમિકા કઠણ હોતી નથી. પુરુષાર્થની ધારા તો બધામાં ચાલુ જ રાખવી પડે છે, પણ પહેલી ભૂમિકા વિકટ હોય છે. ૨૮૯. પ્રશ્ન- સમ્યગ્દર્શન ટકાવી રાખવું વિકટ છે ? સમાધાન - સમ્યગ્દર્શન પામવું વિકટ છે અને ટકાવી રાખવું તે પણ પુરુષાર્થ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com