________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
[સ્વાનુભૂતિદર્શન રોકાતાં ચૈતન્ય ઉપર દષ્ટિ મૂકવી. તેણે જાણવું કે આ ગુણ છે, આ પર્યાય છે. પણ વિકલ્પમાં રોકાવાનું કાંઈ પ્રયોજન નથી, જાણવાનું પ્રયોજન છે. પછી પોતે પોતામાં સ્થિર થાય તો સ્વાનુભૂતિ પ્રગટ થાય છે.
ઊંચામાં ઊંચો શુભભાવ પણ વિભાવ છે, પોતાનું સ્વરૂપ નથી. તેથી તેનાથી પોતાને જુદો પાડે છે. પછી તે જાણે છે કે પર્યાય તે અંશ છે ને ગુણ છે તે પણ એક-એક ભેદરૂપે છે-તેમ જાણી લે છે, અને અખંડ સામાન્ય ચૈતન્ય ઉપર દષ્ટિ દે છે, જેથી વિશેષ પર્યાયો પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે.-સર્વ ગુણાંશ તે સમ્યકત્વ-બધા ગુણોના અંશો પ્રગટ થાય છે. ચૈતન્યમાં વિશેષ લીનતા થવાથી મુનિદશા આવે છે અને અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત નિર્વિકલ્પદશા થાય છે–સ્વરૂપમાં વારંવાર જામી જાય છે અને તેમાંથી જ પૂર્ણ વીતરાગદશા પ્રગટ થાય છે. ર૬૭. પ્રશ્ન- અમો જ્ઞાનથી જુદું પાડતાં તાં, એવી ભૂલ અમારી થતી હતી તો શું જ્ઞાનથી જુદો જ્ઞાયક એમ નહિ લેવાનું? સમાધાનઃ- હું અધૂરા જ્ઞાન જેટલો નથી, પૂર્ણ શાશ્વત છું. મતિ-શ્રુતિ-અવધિમન:પર્યયજ્ઞાન તે બધા ક્ષયોપશમ જ્ઞાનના ભેદ છે, તે મારો પૂર્ણ સ્વભાવ નથી. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવો. અધૂરાને નહિ. રાગ અને નિમિત્તના કારણે જે પર્યાયો થાય છે તેને ગ્રહણ નહિ કરતાં જે પૂર્ણ સ્વરૂપ છે તેને ગ્રહણ કરવું જોઈએ. આ બધી અધૂરી પર્યાયો છે તેનું જ્ઞાન કરવું. તે ચૈતન્યની સાધનામાં પ્રગટતી પર્યાય છે. તેનાથી ભેદજ્ઞાન કરવાનું નથી. ર૬૮. પ્રશ્ન- દ્રવ્યની કોટિ ઊંચી છે અને પર્યાયની કોટિ નાની છે તે પ્રમાણની અપેક્ષાએ કહેવાય છે કે નયની અપેક્ષાએ? સમાધાનઃ- તે નય અપેક્ષાએ બરાબર છે. દ્રવ્યની કોટિ ઊંચી જ છે. દ્રવ્ય શાશ્વત, અનાદિ-અનંત છે, દ્રવ્યમાં અનંત ગુણ ભર્યા છે. અને અનંત શુદ્ધ પર્યાયો પ્રગટ કરવાની શક્તિ પણ એમાં છે. માટે દ્રવ્યની કોટિ ઊંચી છે. પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે. માટે પર્યાયની કોટિ તે અપેક્ષાએ નાની છે.
પર્યાયનું વદન થાય છે, દ્રવ્યનું વેદન નથી. દ્રવ્ય દૃષ્ટિમાં આવે છે અને પર્યાય વેદનમાં આવે છે તથા પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તે અપેક્ષાએ પર્યાય પૂજનિક અને વંદનીય કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com