________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૧૫૬ ]
પ્રશ્ન:- તો અમારે જ્ઞાન પણ કરવું ? અને શ્રદ્ધા પણ કરવી ?
સમાધાનઃ- જ્ઞાન અને શ્રદ્ધા સાથે જ છે. યથાર્થ શ્રદ્ધા હોય તો જ્ઞાન યથાર્થ થયા વગર રહેતું નથી. જેને યથાર્થ જ્ઞાન થાય તેની શ્રદ્ધા પણ યથાર્થ જ હોય છે. ર૬૩. પ્રશ્ન:- જૈનદર્શનમાં શ્રદ્ધાની પ્રધાનતા છે ?
સમાધાનઃ- હા, શ્રદ્ધાની પ્રધાનતા છે. શ્રદ્ધા કરે તેમાં જ્ઞાન વચ્ચે આવે છે, માટે પ્રથમ જ્ઞાન કરવું એમ કહેવાય પણ શ્રદ્ધા યથાર્થ હોય તો જ મુક્તિના માર્ગની શરૂઆત થાય છે. ૨૬૪.
પ્રશ્ન:- શું મુમુક્ષુને આત્મા પ્રાપ્ત કરવા જતાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે શુભભાવ આવે જ?
સમાધાન:- હા, મુમુક્ષુની ભૂમિકામાં તેવા ભાવ આવે. સમ્યગ્દર્શન થતાં મુક્તિનો માર્ગ શરૂ થાય, પછી ચારિત્રદશા થાય તો પણ દેવ-શાસ્ત્ર-ગુરુના શુભ વિકલ્પ સાથે હોય છે. જ્યાં સુધી વીતરાગદશા નથી થઈ ત્યાં સુધી શુભભાવ હોય છે. મુમુક્ષુને તો એમ થાય કે દેવ-શાસ્ત્ર-ગુરુની સમીપતા હો. તેમની વાણીનું શ્રવણમનન હો, વગેરે બધી ભાવના આવે. સમ્યગ્દષ્ટિને, ચારિત્રવાન મુનિને પણ દેવશાસ્ત્ર-ગુરુની સાન્નિધ્યતાના શુભ ભાવ આવ્યા વગ૨ રહેતા નથી, વચ્ચે સાથે હોય છે. અણુવ્રત-મહાવ્રતનાં શુભ પરિણામ આવે છે. તેની સાથે દેવ-શાસ્ત્રગુરુના સાન્નિધ્યનાં શુભ પરિણામો આવે છે. બહારનો યોગ કેટલો હોય તે વાત જુદી પણ તેની ભાવના તો આવી હોય છે. ૨૬૫.
પ્રશ્ન:- પાત્ર શિષ્ય સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે કેવું ચિંતવન-મનન કરે કે જેથી તેને શીઘ્ર પ્રયોજનની સિદ્ધિ થાય ?
સમાધાનઃ- નિરંતર તેને જ્ઞાયકનું ચિંતવન હોવું જોઈએ. મારે તો શાયક જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. બધા શુભાશુભ-વિભાવભાવ છે તેમાં શાંતિ લાગતી નથી. મારો જ્ઞાયકભાવ તે સુખરૂપ અને આનંદરૂપ છે.-આમ શાયકનું ચિંતવન-મનન હોય અને તેના માટે વારંવાર તેનો જ અભ્યાસ, તેવી જાતના શ્રુતનું ચિંતવન કરે. દ્રવ્ય-ગુણ-પર્યાયો શું? નિમિત્ત-ઉપાદાન શું? એમ પ્રયોજનભૂત તત્ત્વના વિચારો અનેક પ્રકારે કરે. હું જ્ઞાયક છું, ૫૨ પદાર્થોનો હું કર્તા નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com