________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૫૫ પણ જાતના રાગમિશ્રિત ભાવ-જે જે ભાવ આવે તે બધાથી છૂટો પડી જાય છે. જ્ઞાનમાં બધું જાણે, પણ એકત્વબુદ્ધિ જ્યાં જ્યાં હોય ત્યાં બધેથી છૂટો પડી જાય છે. શુભભાવો કે જ્યાં પોતાને બહુ રસ લાગે છે તેવા ભાવો, ગુણ-પર્યાયના ભેદો, વગેરે. જે જે સૂક્ષ્મ-સૂક્ષ્મ ભાવો આવતા હોય તે બધામાં ચારેબાજુ પ્રજ્ઞાછીણી ફરી વળે છે. અને ચોખ્ખા બે ભાગ કરી નાખે છે. આ ચૈતન્યનો ભાગ અને આ વિભાવનો ભાગ એમ બે ભાગ કરી નાખે છે. ર૫૯. પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૭-૧૮ માં ભગવાન આત્મા સૌને અનુભવમાં આવતો હોવા છતાં પોતાને આત્મજ્ઞાન ઉદય થતું નથી તેમાં દષ્ટિની ભૂલ છે તેમ બતાવ્યું છે ? સમાધાનઃ- હા, દષ્ટિની ભૂલ બતાવવી છે કે તેની દષ્ટિ બહાર જાય છે. જેમ કોઈ બીજાની ગણતરી કરતો હોય કે આ માણસ છે, આ માણસ છે પણ પોતે પોતાને ગણવાનું ભૂલી જાય છે તેમ પોતે બધું બહારમાં જોઈ રહ્યો છે. પણ હું ચૈતન્યદ્રવ્ય છું એમ પોતાને જ ભૂલી ગયો છે. તેને પોતાના અસ્તિત્વની અને આનંદની અનુભૂતિ નથી. અનુભૂતિસ્વરૂપ પોતે હોવા છતાં પણ આનંદની અનુભૂતિ નથી. જ્ઞાન અસાધારણ લક્ષણ છે કે જે લક્ષણથી પોતે પોતાને ઓળખી શકે છે. તે જ્ઞાયકતાનો નાશ નથી થયો, જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમી રહ્યું છે પણ પોતે જ્ઞાયકતારૂપે થયો નથી માટે તેના તરફ દષ્ટિ કરે, તેનું જ્ઞાન કરે, આચરણ કરે તો તેને આનંદની અનુભૂતિ પ્રગટ થાય. ર૬). પ્રશ્ન- ત્યાં તો પ્રથમ આત્માને જાણવો એમ કહ્યું છે તો આત્માને શ્રદ્ધવો પછી ? સમાઘાન - જ્યારે પોતે પોતા તરફ જાય ત્યારે પહેલાં યથાર્થ જ્ઞાનથી ઓળખે. માટે પહેલાં જ્ઞાન યથાર્થ કરવું, પછી પ્રતીતિ કરવી અને પછી આચરણ કરવું–તેમ ક્રમ લીધો છે. અનાદિની પોતાને સાચી સમજણ જ થઈ નથી તેથી પહેલાં એમ કહેવાય કે તું જ્ઞાન યથાર્થ કર તો શ્રદ્ધા યથાર્થ થાય. ખરી રીતે તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. યથાર્થ પ્રતીતિ થાય તો જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પણ પહેલાં યથાર્થ જ્ઞાન કર પછી શ્રદ્ધા થાય, તેમ આવે છે. ર૬૧. પ્રશ્ન:- પ્રથમ શું હોય-શ્રદ્ધા કે જ્ઞાન? સમાધાન:- સાચી સમજણ વગર યથાર્થ શ્રદ્ધા થતી નથી. અને યથાર્થ શ્રદ્ધા વગર જ્ઞાન યથાર્થ થતું નથી. ર૬૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com