________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦]
[સ્વાનુભૂતિદર્શન મુક્તિનો માર્ગ છે. એમ દેવ-શાસ્ત્ર-ગુરુ બતાવે છે. માટે તેઓ શું કહી રહ્યા છે તે આશયને સમજીને મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખજે એમ કહેવાનો આશય છે.
વળી, ક્ષપકશ્રેણી માંડી બારમા ગુણસ્થાને પહોંચે તે પહેલાં વચ્ચે દ્રવ્યગુણ-પર્યાયના અબુદ્ધિપૂર્વક વિચાર આવે છે, શ્રુતના વિચાર આવે છે તે વિચાર તૂટી પૂર્ણ વીતરાગ થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. તે શ્રુતના વિચાર વસ્તુસ્થિતિ અનુસાર હોય છે, બીજી જાતના નથી હોતા. માટે જે માર્ગે મહાપુરુષો ચાલ્યા તે માર્ગે ચાલવું તેવો તેનો અર્થ છે. ર૭૦. પ્રશ્ન- જૈનદર્શન સત્ય છે તે મને બેસે છે તેમ આપ કહેતાં હતાં તો તે કેવી રીતે બેસતું હતું? સમાધાન- મને અંદરથી આવતું હતું, પણ આ સમ્યગ્દર્શન પછીની વાત છે. તે પહેલાં તો મેં ખૂબ વિચાર-મંથન કરીને નક્કી કર્યું હતું. પ્રશ્ન-ચર્ચા થતી તેમાં, આ જ સ્વભાવ હોઈ શકે, જાણનારનો સ્વભાવ આ જ હોય, જે સ્વભાવ હોય તે આકુળતા વગરનો હોય, જે વિભાવ છે તે આકુળતારૂપ છે અને જે દુ:ખરૂપ હોય તે પોતાનો સ્વભાવ ન હોય એમ અનેક પ્રકારે વિચાર કરીને નક્કી કરેલું હતું. ત્યાર પછી અંતરમાં ધારા પ્રગટ થઈ ને અનુભૂતિ થઈ તેના અર્થમાં મેં લખ્યું હતું કે જૈનદર્શન સત્ય છે તેમ મને બેસે છે. મને તો ગુરુદેવ પાસેથી માર્ગ મળ્યો હતો તેના ઉપર વિચાર કરી, તે જાતનો પ્રયત્ન કરતાં અનુભૂતિ થઈ. ત્યાર પછી ટૂંકામાં લખ્યું હતું. દષ્ટિ, પ્રયત્ન વગેરે બધું ગુરુદેવના પ્રતાપે થયું છે. ર૭૧. પ્રશ્ન- સમ્યગ્દર્શન પહલે કયા ભાવના હોતી હૈ? સમાધાન:- પહલે યે હોના ચાહિયે કિ મેં જ્ઞાયકતત્ત્વ હૈં, યહ સબ કુછ મેં નહીં હૂં, સમ્યગ્દર્શનકા ઉપાય ભેદજ્ઞાનકી ધારા ઔર સ્વાનુભૂતિ હૈ, વહ કૈસે પ્રગટ ઐસા પ્રયત્ન હોના ચાહિયે. જ્ઞાયક તરફ દષ્ટિ કૈસે જાય? ભેદજ્ઞાનકી ધારા કેસે પ્રગટે? સ્વાનુભૂતિ કૈસે હોવે? ઐસી ભાવના, શ્રુતકા, ચિંતવન-અભ્યાસ-સત્ સમાગમની ભાવના યહુ સબ પહલે હોતા હૈ. જ્ઞાયકકી મહિમા, જ્ઞાયક સ્વભાવ કૈસે ગ્રહણ હો ઉસકી ભાવના-ઊંડી જિજ્ઞાસા, ક્ષણ ક્ષણ મુઝે આત્મા હી ચાહિયે
ઔર કુછ નહીં ચાહિયે, મુઝે આત્મા બિના કુછ ઐન નહીં પડતા ઐસા શરૂમે હોના ચાહિયે. ૨૭ર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com