________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૪૯ નિશ્ચય-વ્યવહારની સંધિ જેમ છે તેમ સમજે તો સાધનામાં આગળ જાય છે. દષ્ટિમાં જ્ઞાયકને એકને મુખ્ય રાખીને અધૂરી–પૂર્ણ પર્યાયને પણ ગૌણ કરવામાં આવે છે. અધૂરી–પૂર્ણ પર્યાય જેટલો હું નથી, હું તો અખંડ જ્ઞાયક છું. કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તોપણ તે પર્યાય છે. હું તો અખંડ એક દ્રવ્ય છું. સમ્યગ્દર્શનથી માંડીને જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે તે બધી સાધનામાં વચ્ચે આવે છે, તેથી તે પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. સાધના કરતાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તે અપેક્ષાએ તે ઉપાદેય છે; પણ દષ્ટિની અપેક્ષાએ તેને હેય કહેવામાં આવે છે. ૨૪૬. પ્રશ્ન- શું પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાયને ઉપાદેય કહેવામાં આવે છે? સમાધાન - હા, પર્યાયને પ્રગટ કરવાની અપેક્ષાથી ઉપાદેય કહી છે, તેમાં તેને પુરુષાર્થ કરવાનો રહે છે. સાધકને સ્વાનુભૂતિની દશા પ્રગટી છે તે સ્વાનુભૂતિમાં ક્ષણે ક્ષણે વૃદ્ધિ થાય ને પછી સ્વાનુભૂતિરૂપે જ પોતે થઈ જાય, અર્થાત્ જેવો આત્મા છે, તે રૂપે જ પોતે થઈ જાય એવી દશા હુજી પ્રગટ થઈ નથી, તેથી પર્યાય પ્રગટ કરવાની અપેક્ષાએ આદરણીય છે.
મુનિઓ છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને ઝૂલતાં-ઝૂલતાં અંતર્મુહૂર્તમાં અંતરમાં જાય છે અને બહાર આવે છે, તો આ હજી પર્યાય અધૂરી છે, તેથી સાધનાની પરિણતિ ચાલ્યા જ કરે છે. છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનની દશામાં હું પ્રમત્ત નથી કે અપ્રમત્ત નથી એવી દષ્ટિ હોવા છતાં તે સાધનાની પર્યાયમાં મુનિઓ ઝૂલે છે. તેમાં વૃદ્ધિ થતાં શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે સાધનામાં પરિણતિની દોરી તેના સ્વભાવ તરફ છે, જ્ઞાન જ્ઞાનને ખેંચતું પોતાના તરફ જાય છે. સાધનામાં આવું હોય છે તો પણ દષ્ટિ એક આત્મા ઉપર છે, દૃષ્ટિ બધાને હેય કરે છે, દષ્ટિ બધાને ગૌણ કરે છે. ૨૪૭. પ્રશ્ન- “જ્ઞાન જ્ઞાનને ખેચતું' એમ આપે ફરમાવ્યું તેનો ભાવ શું છે? તે ફરમાવશોજી. સમાધાન - જ્ઞાન એટલે પુરુષાર્થની દોરી જે પરિણતિ વિભાવ તરફ જતી હતી તેને સ્વભાવ તરફ ખેંચે છે, સાધનાને વધારતો જાય છે અને ભેદજ્ઞાનની ધારા ઉગ્ર કરતો જાય છે.
દષ્ટિ પ્રગટ થઈ પછી કાંઈ કરવાનું રહેતું જ નથી એમ નથી. દષ્ટિ પ્રગટ થયા પછી સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયું. હજી તેમાં લીનતા પ્રગટ કરવાની બાકી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com