________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૬]
[સ્વાનુભૂતિદર્શન કરે તેમાં ભૂલ થાય છે. જ્ઞાનીએ જે નક્કી કરેલું હોય, ગુરુએ જે કહ્યું હોય, તે બરાબર જ છે. હવે કેવી રીતે પ્રવર્તવું તે પોતે પોતાથી વિચારીને પોતાથી નક્કી કરે. જ્ઞાનીએ જે કહ્યું હોય એના રહસ્ય અને આશય સમજે તો તે યથાર્થ છે. નહિ તો કલ્પિત છે. પોતાની મેળે કરેલા નિશ્ચયમાં ભૂલ થાય છે.
જ્ઞાનીના કહેવામાં ઘણા આશય અને ગંભીરતા ભરેલી હોય છે. કારણ કે નિશ્ચય યથાર્થ હોય છે. દ્રવ્યનું સ્વરૂપ, નિશ્ચયનું સ્વરૂપ, વ્યવહારનું સ્વરૂપ, નિમિત્ત- ઉપાદાનનું સ્વરૂપ જે ગુરુએ કહ્યું હોય તે રીતે વિચાર કરીને નક્કી કરે તો તે બરાબર છે.
પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્ર વાંચે તો શાસ્ત્ર સમજાય નહિ. તેમાં પોતાની ભૂલ થાય છે અને કયાંક કયાંક પોતે રોકાતો હોય છે. પોતાની ઈચ્છા પ્રમાણે મતિ-કલ્પનાથી અર્થ કરતો હોય છે. જેને આત્માર્થતા હોય તે ગુરુએ કહેલા રહસ્ય અનુસાર નક્કી કરે છે. આ બરાબર છે, વસ્તુ સ્વરૂપ આમ જ છે. પોતે યથાર્થ માર્ગ ગ્રહણ કરીને, નિશ્ચય કરે કે વસ્તુ સ્વરૂપ આ રીતે જ છે. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કઈ રીતે કહ્યું છે તેનો મેળ કરીને, યથાર્થ નક્કી કરે. ૧૫૧. પ્રશ્ન- વીતરાગમાર્ગમાં દેવ-શાસ્ત્ર-ગુરુની પૂરેપૂરી શરણાગત સ્વીકારવી ? સમાધાન - વીતરાગમાર્ગમાં બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુની અને અંદર આત્માની પૂરેપૂરી શરણાગતિ સ્વીકારવી. આ વીતરાગ માર્ગ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ કરી દેતા નથી, પણ સાથે હોય છે. તેમનું શરણ હોય છે. શુભભાવમાં તેમનું આલંબન હોય છે ને અંદરમાં પોતાના પરમાત્માનું આલંબન હોય છે.
તીર્થોમાં જાય ત્યાં ભગવાનને ગોતે છે. જ્યાં ભગવાન છે? પણ તું પોતે ભગવાન છો. તારી પાસે ભગવાન છે તેને જોતો નથી. તીર્થોમાં જવાથી ભગવાનનાં સ્મરણો યાદ આવે છે, કે ભગવાન અહીંથી મોક્ષે ગયા. ભગવાને અહીંયાં સાધના કરી હતી, તે સ્મરણો આવતાં પોતાને ભાવના જાગે છે. બાકી તો ચૈતન્ય ભગવાન તો પોતાની પાસે છે. “દોડત દૌડત દોડીયો જેતી મનની દોડ” બધે દોડે છે પણ અંદર બધું છે ત્યાં જોતો નથી.
ગુન્ગમ લેજો રે જોડ” ગુગમથી તું ચાલજે. ગુરુદેવ કહે છે કે તે પોતે જ ભગવાન છો. તું તારામાં છે, અંદર શોધી લે. અનંતકાળ ગયો. અરે! પોતે ભગવાન હોવા છતાં બહાર ભમ્યો. પોતાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com