________________
[ ૧૧૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
પોતે સ્વભાવથી સ્ફટિક જેવો નિર્મળ ચૈતન્ય છે. તેને કયાંક ગોતવા જવો પડે તેવો નથી. સહજ પોતે જ છે. પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી પરની એકત્વબુદ્ધિમાં તેની પરિણતિ જાય છે તેને તોડી આ બધું જુદું છે તેમ નક્કી કરે તો તેનાથી જુદો પડે. વિભાવની ધારા ઊભી છે પણ તે જુદી અને હું જુદો એવી જો ધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. તેનો માર્ગ એક જ છે. આમ પોતે પોતાને યથાર્થ જાણી તેમાં પરિણતિ યથાર્થ કરે (સમ્યજ્ઞાન પ્રગટ કરે) અને લીનતા કરે તે જ કરવા જેવું છે. ૧૫૯. પ્રશ્ન- દ્રવ્ય ને પર્યાય વચ્ચે કોઈ સાંધે છે કે આ દ્રવ્ય-પર્યાયનું જોડકું અને તેમાંથી દ્રવ્યને છૂટું પાડીને ગ્રહણ કરી શકાય ? સમાઘાન- દ્રવ્ય પોતે શાશ્વત છે, તેમાં દ્રવ્ય-પર્યાયનું જોડકું છે વિભાવ પર્યાય તો દેખીતી રીતે આકુળતારૂપ છે; અને જે શુદ્ધ પર્યાય છે તે અત્યારે પ્રગટ નથી. શુદ્ધ પર્યાય કયાં પ્રગટ છે? દ્રવ્ય જે શુદ્ધસ્વરૂપ છે તેને ગ્રહણ કરવાનું છે. જ્યાં દ્રવ્ય ઉપર દષ્ટિ ગઈ ત્યાં અંશે શુદ્ધ પર્યાય તો તેની સાથે સાથે જ પ્રગટે છે. તે કાળે સાથે રહેલું જ્ઞાન જાણે છે કે આ જે વિભાવ પર્યાય છે તે હું નથી. આ જ્ઞાયક તે હું છું અને શુદ્ધ પયાર્ય જેટલો પણ હું નથી. ચૈતન્યને ગ્રહણ કર્યો તેમાં પર્યાય અને દ્રવ્યનું બધું જ્ઞાન સાથે આવી જાય છે. કોઈને કાંઈ છૂટા પાડવા પડતા નથી, કારણ કે વિભાવ પર્યાય તો મલિન જ છે. પોતે પોતાને ગ્રહણ કરે ત્યાં વિભાવ પર્યાય તો જુદી જ રહે છે. અને સ્વભાવ પર્યાય તો એની સાથે સાથે પ્રગટ થઈ રહી છે. તેને છૂટી કયાં પાડવી છે? એક અખંડ દ્રવ્યને ગ્રહણ કર્યું ત્યાં વચ્ચે શુદ્ધ પર્યાયો પ્રગટ થાય જ છે. તેમાં જીવને રોકાવાનું ક્યાં છે? શુદ્ધ પર્યાયનું અંશે શાંતિરૂપે વેદના થાય છે, તેને કોઈ ગ્રહણ કરવાનું નથી. તે જાણવામાં અને વેદનમાં આવે છે. ૧૬૦. પ્રશ્ન- મનુષ્યજીવનના કર્તવ્ય સંબંધી ફરમાવવા કૃપા કરશોજી. સમાઘાન-મનુષ્યજીવનની અંદર ચૈતન્ય તત્ત્વ જુદું છે. અને આ પરવ્ય જુદું છે એવું ભેદજ્ઞાન કરવાનું છે. અંતરમાં વિભાવો સાથે એકત્વબુદ્ધિ થઈ રહી છે તે તોડવાની છે. હું જુદો ચૈતન્ય જ્ઞાયક છું, જ્ઞાન-આનંદાદિ અનંત ગુણસ્વરૂપ આત્મા છું. તેના ઉપર દષ્ટિ કરીને હું શાશ્વત ચૈતન્યજ્યોત છું એમ વારંવાર તેનું રટણમનન કરવાનું છે. ભેદજ્ઞાન પ્રગટ કરીને નિર્વિકલ્પ તત્ત્વ આત્મા છે તેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com