________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦]
[ સ્વાનુભૂતિદર્શન તેને હોય છે, પણ આત્મા વગર તેને ક્યાંય ચેન પડતું નથી. ગુરુદેવ કહેતા હતા કે તું તારા આત્માને જો, તું આત્માનું જ્ઞાન કર, આ બધું તારાથી જુદું છે-આમ પોતે અંદર જિજ્ઞાસાથી આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે, તે સાચી મુમુક્ષુતા છે. ૧૯૮. પ્રશ્ન- ૧૧ અંગનું જ્ઞાન કર્યું હોય છતાં તે ઉપયોગને શાસ્ત્રમાં સ્કૂલ કહ્યો છે અને જે ઉપયોગે ચૈતન્યસ્વભાવને ગ્રહણ કર્યો તેને સૂક્ષ્મ કહ્યો છે એનું શું કારણ ? સમાધાન - ચૈતન્ય તત્ત્વને ગ્રહણ નથી કર્યું એટલે ઉપયોગ સ્કૂલ છે. જો પોતાના ચૈતન્ય તત્ત્વને ગ્રહણ કરે તો તે ઉપયોગ સૂક્ષ્મ છે. ૧૧ અંગનું જ્ઞાન કર્યું એમાં બધું જાણું પણ અંતર આત્માને ગ્રહણ ન કર્યો એટલે ઉપયોગ સ્થૂલ છે. બાહ્ય શ્રુતજ્ઞાનમાં ભલે દ્રવ્ય-ગુણ-પર્યાય જાણા, બધું જાણું ખરું, પણ “હું આ ચૈતન્ય છું” એમ ગ્રહણ ન કર્યું એટલે ઉપયોગ પૂલ છે. તે ઉપયોગ સ્વસમ્મુખ ન વળ્યો અને બહાર ને બહાર રહ્યો તેથી સ્થૂલ છે. જે ઉપયોગ ચૈતન્યને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે.
બહારનું ગમે તે જાણ્યું તો પણ ઉપયોગને પૂલ કહેવાય, કારણ કે પોતાને ગ્રહણ નથી કર્યો. સ્વસમ્મુખ-પોતા તરફ દિશા ન વળી, સ્વભાવને ન ઓળખ્યો તેથી બહાર રહેલ ઉપયોગને સ્થૂલ કહેવાય છે. ૧૯૯. પ્રશ્ન:- સ્થૂલ ઉપયોગને વિસ્તાર કર્યો તે બરાબર છે, પણ સૂક્ષ્મ ઉપયોગમાં વિષયમાં થોડો વિસ્તાર કરવા કૃપા કરશો. સમાધાનઃ- પોતાના અંતરમાં ઉપયોગ જાય તે ઉપયોગ સૂક્ષ્મ છે. પોતાની સન્મુખ જાય કે હું આ ચૈતન્ય છું, હું ચૈતન્ય દ્રવ્ય છું, આ જ્ઞાયક છું-એમ પોતાના સ્વભાવ તરફ જાય તો તેની દિશા બદલાય છે, તેથી તે ઉપયોગને સૂક્ષ્મ કહેવાય છે.
સ્થૂલ ઉપયોગની દિશા તો બહાર ને બહાર જ છે, પોતાના અરૂપી તત્ત્વને ગ્રહણ કરે તો તેની અંતરમાં દિશા વળે જે સૂક્ષ્મ ઉપયોગ છે. અંતરમાં જઈને સ્વભાવને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે.
ધીરો થઈને અંતરમાં જુએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ છે, એમ પોત પોતાના સ્વભાવને ગ્રહણ કરે તો તે ઉપયોગને સૂક્ષ્મ કહેવાય. ૨OO.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com