________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૪૧ તો પલટાવાનો અવકાશ છે. વ્યવહાર તો વ્યવહાર જ છે, બંધરૂપ છે.
સર્વસ્વભૂત તો આત્મા છે. આત્મામાંથી શુદ્ધ પર્યાય પ્રગટે છે. આ શુભ તો શુભ જ છે. જ્યાં સુધી શુદ્ધતા થતી નથી, ત્યાં સુધી શુભમાં ઊભો છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ભાવના કર્યા કરે, પણ યથાર્થ દર્શન, જ્ઞાન, ચારિત્ર તો ચૈતન્યને ગ્રહણ કરવાથી પ્રગટ થાય છે. આત્મામાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટ થાય છે. ર૨૮. પ્રશ્ન- ચૈતન્યને પ્રશ્ન કરવા માટે વાંચન, મનન, સતપુરુષનો સમાગમાદિમાંથી વિશેષપણે શું હોય? સમાધાનઃ- બધું સાથે હોવું જોઈએ, વાંચન-મનન આદિ બધું ચૈતન્યની સમજણ માટે હોવું જોઈએ. આત્મા ગ્રહણ કેવી રીતે થાય તે ધ્યેય રાખીને સત્પુરુષનો સમાગમ, વાણી બધું સાથે હોવું જોઈએ. ગુરુદેવે શું કહ્યું છે? માર્ગ શું બતાવ્યો છે? તે રીતે સત્પુરુષના આશ્રયપૂર્વક પોતાની વિચારશૈલીથી પોતે નિર્ણય કરીને આત્મસ્વભાવ ગ્રહણ કરવો. ગુરુદેવે શું કહ્યું છે તેની સાથે મેળ કરીને પોતે આગળ જાય. સમજે છે તો પોતાના જ્ઞાનથી, પણ ગુરુદેવે શું માર્ગ બતાવ્યો છે તે સાથે રાખીને વિચાર કરે છે. રર૯. પ્રશ્ન- આ તત્ત્વના પોષણ માટે એકાંત વિશેષ હોવું જોઈએ એવું જરૂરી છે? સમાધાન- એકાંતની ભાવના આવે. એકાંત વધારે હોવું જ જોઈએ એવું નથી, પણ એકાંત હોય તો વિચાર કરવાનું, વાંચન કરવાનું એક જાતનું સાધન બને છે. એકાંત હોવું જ જોઈએ એમ નથી, કોઈને વાંચન ગમે ને કોઈને એકાંતમાં ગમે એમ સૌને પોતાની પરિણતિ પ્રમાણે હોય. એકાંત હોય તો પોતાને વિચારનોમનન કરવાનો વધારે ટાઈમ મળે. ૨૩). પ્રશ્ન:- કમમાં આવી પડેલા ઉદયભાવને આઘાપાછા કરી શકાતા નથી ને તે વખતે આ બાજુના (તત્ત્વના ) વિચાર-મનન તૂટી પડે છે તો શું કરવું? સમાધાનઃ- પોતાની ભાવના હોય તો પુરુષાર્થ કરીને પરિણામને પલટાવી શકે છે. જો પરિણામ પલટાવી શકાતાં ન હોય તો અનાદિ કાળથી કોઈ જીવ પુરુષાર્થ કરીને, ભેદજ્ઞાન કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત જ ન કરી શકે. પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. સ્વભાવ તરફ ભાવના કરી સ્વભાવને ગ્રહણ કરે તો વિભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com