________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[ ૧૩૯ જઈશ. દષ્ટિ બરાબર રાખજે કે હુજી મારે અંદર જવાનું છે. ઉપરા-ઉપરની ભાવનાથી કાંઈ પ્રગટ નથી થતું; પણ અંદરની ભાવના પ્રગટ કરવા માટે તું સમજજે કે આ ઉપર-ઉપરનું છે, હજી અંદરનું કરવાનું મારે બાકી છે, એમ યથાર્થ સમજે તો આગળ જઈ શકાશે. જ્ઞાયક છું-જ્ઞાયક છું એમ ઉપર-ઉપરથી થાય તો પણ અંતરમાં જવું છે તે ભાવના તું છોડીશ નહિ, તે છોડવાનું નથી કહેતા. અંદરની ભાવના એવી હોય છે કે ભેદજ્ઞાન થાય અને અંતરને ભેદી નાંખે. ચૈતન્ય મંદિરનાં બારણાં ખૂલીને ચૈતન્ય ભગવાન પ્રગટ થાય એ ભાવના જુદી જ આવે છે. પણ તું ઉપર ઉપરની ભાવના દઢ કરતો જજે-તો કોઈવાર તારો ઉગ્ર પુરુષાર્થ થશે તો અંદર જવાશે. દષ્ટિ શુદ્ધ ઉપર રાખજે. રરર. પ્રશ્ન- આ ભાવના મંદ છે કે તીવ્ર છે એ કેવી રીતે ઓળખી શકાય? સમાધાનઃ- પોતાની મંદતા દેખીને ઓળખાય કે આ મંદ-મંદ ચાલે છે અને ઉગ્રતા થતી નથી એટલે હજી ઉગ્રતાની ખામી છે. મંદ-મંદ ચાલે, ધીમી ગતિએ ચાલે તેને વાર લાગે છે, જેને ઉગ્રતા થાય તે ત્વરાથી પહોંચી જાય છે. ધીમી ગતિએ ચાલનારો ત્યાં ઊચો રહે તો કેમ પહોંચાય? તેને ખ્યાલ આવે કે હું નથી પહોંચી શકતો માટે મારી ગતિ ધીમી છે. હું જ્યાં ઊભો છું ત્યાં જ ઊભો છું. આગળ જતો નથી.
ભાવનગર જવું હોય ને ધીમી ગતિએ ચાલે, તો પહોંચતા વાર લાગે. ઉતાવળી ગતિએ ચાલનાર એકદમ પહોંચી જાય છે. નથી પહોંચાતું તે બતાવે છે કે ધીમી ગતિ છે, ઉપર-ઉપરથી થાય છે, અંદરથી પ્રગટ થાય તો પહોંચી જાય છે. રર૩. પ્રશ્ન- જોર તો પોતાને દેવાનું છે ને ? સમાધાનઃ- પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે, કોઈ કરાવી દેતું નથી. રખડનારો પોતે અને મોક્ષ કરનારો પણ પોતે-સ્વતંત્ર છે. ર૨૪. પ્રશ્ન- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઘણો ઘનિષ્ઠ છે. એમ માપુરુષનું વચન જે અસર કરે છે, તે વાંચવાથી થતું નથી. સમાધાનઃ- તોપણ પોતે સ્વતંત્ર છે. ગુરુદેવ માર્ગ ચોખ્ખો કરીને ગયા છે. કરવાનું પોતાને છે. ર૨૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com