________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૩૭ તેમ નહિ. ભાવનામાં વિચાર તો આવે, છતાં પણ અંદરમાં પોતાને હૃદય ભેદીને કાંઈક આવવું જોઈએ. ભાવના એટલે ઊંડાણમાંથી આવવું જોઈએ કે આ વિભાવ મારે કાંઈ જોઈતો નથી. હું ત્રિકાળ શુદ્ધ આત્મા છું, સ્વયંસિદ્ધ જ્ઞાયક છું. એમ અંતરથી, ઊંડાણમાં હૃદય ભેદીને આવવું જોઈએ. ૨૧૮.
પ્રશ્ન:- જ્ઞાનમાં સમજાય છે પણ વિશ્વાસ આવતો નથી?
સમાધાનઃ- જ્ઞાનમાં સમજાય, પણ પ્રતીતિ એવી યથાર્થ થવી જોઈએ કે આ જ્ઞાયક તે જ હું છું, બીજો હું નથી. એવી દૃઢ શ્રદ્ધા-દષ્ટિ પોતા ઉપ૨ સ્થપાવી જોઈએ. પછી ગમે તે ભાવો આવે તો પણ હું ચૈતન્ય જ છું એવું અંતરમાંથી થાય. ગોખવારૂપ થાય છે તે જુદી વાત છે, અંતરમાંથી દૃઢ વિશ્વાસ આવવો જોઈએ. યથાર્થ પ્રતીતિ થાય તેને યથાર્થ પુરુષાર્થ થયા વગ૨ રહેતો નથી. ૨૧૯. પ્રશ્ન:- વચનામૃતમાં આવે છે કે મૂંઝવણમાંથી માર્ગ મળે. તે કેવી રીતે ?
સમાધાનઃ- મૂંઝવણ યથાર્થ થાય તો તેને માર્ગ મળ્યા વગર રહે જ નહિ એવું વસ્તુનું સ્વરૂપ છે. મૂંઝાયેલો મૂંઝવણમાં ટકી જ ન શકે. આ વિકલ્પની જાળમાં ગૂંચવાયેલો-મૂંઝાયેલો કે જેને શાંતિ નથી, અશાંતિ છે તે એક ક્ષણવાર પણ તેમાં ટકી શકતો નથી. જેને યથાર્થ મૂંઝવણ અંદરથી થાય કે આ વિકલ્પ હવે જોતા જ નથી તો તેમાં ટકી જ શકે નહિ અને પોતા તરફ તેની પરિણતિ વળ્યા વગર રહે જ નહિ–અર્થાત્ જ્ઞાયકને ઓળખ્યા વગર રહે જ નહિ, જ્ઞાયકનું શરણ લીધા વગર રહે જ નહિ. જેમ ખરેખર મૂંઝાયેલો માણસ ગમે તેનો ટેકો લેવા જાય છે, તેમ અંદરથી મૂંઝાયેલો પોતાના સ્વરૂપનો ટેકો લીધા વગર રહેતો જ નથી. તે પોતાના સ્વભાવને ગ્રહણ કરી જ લે છે. માટે યથાર્થ જે મૂંઝાયેલો હોય અને યથાર્થ જિજ્ઞાસા જાગે તો તે સ્વભાવનો ટેકો અંત૨માંથી લીધા વગર રહેતો જ નથી, સ્વભાવને ઓળખી જ લ્યે છે. ૨૨૦.
પ્રશ્ન:- કાલે વાત થઈ હતી કે ભાવના-ભાવનામાં ઘણો ફેર હોય છે. એક ભાવના એવી કે અંતર ભેદી નાખે ?
સમાધાનઃ- ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદજ્ઞાન થાય ત્યારે જ છૂટકો થાય. મંદ-મંદ ભાવના કે ઉ૫૨ ઉ૫૨થી ભાવના કે મંદ-મંદ પુરુષાર્થ કર્યા કરે એ ઉગ્ર ભાવના નહિ. આ તો અંતરને ભેદી નાખે-અંત૨માંથી ભેદજ્ઞાન કરી નાખે, એવી ભાવના કોઈ જુદી જ હોય છે. અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતાં
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com