________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૪૩ પ્રશ્ન- જેટલું થઈ શકે તેટલું વાંચન, મનન પ્રયત્નથી કરીએ છીએ. છતાં વ્યવહારિક જીવનમાં અવારનવાર જૂઠું બોલવાના કે માયાચારીના ભાવ થઈ જાય છે, કોઈ જીવને દુઃખ થશે એવું જાણવા માટે દરકાર રહેતી નથી. જોકે એ બધું બાહ્ય છે, છતાં શું તે પરિણામથી આત્મસાધનામાં કે તેની પાત્રતામાં નુકસાન ન થાય ? સમાધાન - પોતે સમજી લેવાનું કે કઈ જાતના ભાવ આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં અંદર આત્માર્થનું પ્રયોજન મુખ્ય હોય છે. આત્માર્થીને ન શોભે એવી જાતના-મર્યાદા તોડીને જે-વિચારો થાય તેવા આત્માર્થીને હોય નહિ, તેવાં કાર્યો પણ આત્માર્થીને હોય નહિ. જેમાં આત્માર્થતાનું પોષણ થાય, આત્માર્થતા મુખ્ય રહે તેવા ભાવો આત્માર્થીને હોય છે. પોતાની આત્માર્થતાની મર્યાદા જેમાં તૂટી જાય તેવા ભાવ આત્માર્થીને હોતા નથી. પોતાનાં પરિણામ કઈ જાતના છે તે વિચારીને, તેમાં કચાશ હોય તો પોતે પોતાની પાત્રતા વધારવી. મુખ્ય પ્રયોજન તો આત્માર્થતાનું છે. આત્માર્થતાને કયાંય નુકસાન પહોંચે તેવા મર્યાદા રહિતનાં પરિણામ આત્માર્થીનાં હોય નહિ. ૨૩૩. પ્રશ્ન- સ્વાધ્યાય કરતી વખતે જ્ઞાતા-દ્રષ્ટાપણું રાખવું જોઈએ તો તે કેવી રીતે રાખવું? સમાધાનઃ- પોતાને અંદર જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ હોય તો તે કાળે જ્ઞાતાદિષ્ટાપણું રહે છે. હજી જેને જ્ઞાતાપણું પ્રગટ જ થયું નથી તેને તો જ્ઞાતા-દષ્ટાપણું રાખવું મુશ્કેલ પડે છે. જ્ઞાયકને ઓળખી ભેદજ્ઞાન કરી જ્ઞાતાની–ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ કરી હોય તો દરેક શુભભાવ અને અશુભભાવમાં જ્ઞાતાપણું સહજપણે રહે છે. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ સહજપણે જ્ઞાતાના અસ્તિત્વ તરફની પરિણતિ રહ્યા જ કરે છે. શ્રુતના ચિંતવનના કાળે, કે શાસ્ત્રઅભ્યાસ વખતે જ્ઞાતાધારા જુદી ને જુદી રહે છે. જેને એકત્વબુદ્ધિ છે, જિજ્ઞાસુની ભૂમિકા છે તેને જ્ઞાતાપણું હોતું નથી. તેને માત્ર ભાવના રહે છે કે હું જ્ઞાયક છું, પણ પરિણતિ પ્રગટ કરવાની બાકી છે.
જેને જ્ઞાયકની દશા પ્રગટ થઈ છે; સ્વાનુભૂતિની દશા પ્રગટી છે તે સવિકલ્પમાં આવે ત્યારે પણ તેને ભેદજ્ઞાનની ધારા રહે છે. દર્શન કરે, પૂજા કરે, ગમે તે કરે તો પણ તેને ભેદજ્ઞાનની ધારા ચાલુ જ રહે છે.
જ્ઞાનીને બહારથી ભગવાનની ભક્તિ ઘણી દેખાય, શ્રુતનું ચિંતવન ઘણું દેખાય તો પણ કયાંય એકત્વબુદ્ધિ થતી નથી. જ્ઞાયકની ધારા જુદી ને જુદી વર્તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com