________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૩૫ પ્રશ્ન- જ્ઞાનીને શુભરાગ કાળા નાગ જેવો દેખાય છે એમ કહીને જ્ઞાનીને સવિકલ્પદશામાં નિરંતર પૂર્ણતાની ભાવના રહ્યા કરે છે એમ જ કહેવું છે ને? સમાધાન - હા, સ્વાનુભૂતિ-નિર્વિકલ્પદશા હોય ત્યારે તો વિકલ્પ તરફ તેનો ઉપયોગ પણ નથી. પોતે તો આનંદમાં-નિર્વિકલ્પ દશામાં છે. પણ જ્યારે બહાર તેનો ઉપયોગ આવે છે ત્યારે જાણે છે કે આટલી અધૂરાશ છે; અને મને પૂર્ણતા કયારે થાય? આ વિભાવભાવ મારે જોઈતો નથી; આટલો વિભાવ પણ મને પોષાતો નથી.
આંખમાં જેમ કશું ન સમાય તેમ દ્રવ્યદૃષ્ટિએ હું પૂર્ણ હોવા છતાં પર્યાયમાં આટલીયે કચાશ મારે ન જોઈએ, એટલે રાગ તેને કાળો નાગ લાગે છે. તે મને આદરણીય નથી, હું પૂર્ણ થઈ જાઉં એવી ઉગ્ર ભાવના વર્તે છે. નિર્વિકલ્પદશા વખતે વિકલ્પ તરફ તેનો ઉપયોગ નથી અને જ્યારે બહાર આવે છે ત્યારે ભેદજ્ઞાનની ધારા વર્તે છે. તેને વિભાવની સાથે એકત્વબુદ્ધિ નથી. ૨૧૨. પ્રશ્ન- ક્ષાયિક સમકિતી લડાઈના મેદાનમાં તલવાર લઈને જાય તે શું નવાઈ નથી લાગતી ? સમાધાનઃ- એટલી તેની અધૂરાશ છે, ભાવના તો ઉગ્ર છે. અંદર ભેદજ્ઞાનની ધારા વર્તે છે. એકત્વબુદ્ધિ નથી. રાજનો અલ્પ રાગ છે એટલે લડાઈના મેદાનમાં ઊભો રહે છે. છતાં તેનું વર્તન ન્યાયપૂર્વકનું હોય છે. તેની અંતરની પરિણતિ જુદી છે; તેના અંતરને જોવાનું છે.
જેમ હાથીના દાંત દેખાવના જુદા અને અંતરના જુદા હોય છે તેમ આ જ્ઞાની લડાઈ કેમ કરતા હશે? એવું લાગે, પણ તે વખતે સ્વભાવની પરિણતિમાં પોતે ઊભા છે, અલ્પ રાગ છે એટલે બહાર ઊભા દેખાય, પણ જો તે વખતે પણ વૈરાગ્યભાવના વધી જાય તો મુનિ થઈને ચાલ્યા જાય છે. ર૧૩. પ્રશ્ન- શું ભેદજ્ઞાન તે જ સ્વાનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય છે ? સમાધાનઃ- ભેદજ્ઞાનની ધારા દ્વારા સ્વાનુભૂતિ થાય છે, વારંવાર ભેદજ્ઞાનની તીર્ણતા કરવાથી સ્વાનુભૂતિ થાય છે. કોઈને ઉગ્રતા તરત જ થાય તો તાત્કાલિક થઈ જાય છે,-તે ક્ષણે જ થઈ જાય છે અને મોટા ભાગના જીવોને અભ્યાસની ઉગ્રતા કરવાથી સ્વાનુભૂતિ થાય છે. સમયસાર મોક્ષ અધિકારના ૧૮૦ કળશમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com