________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨]
[સ્વાનુભૂતિદર્શન સમાઘાન - ગુરુદેવે કરી દીધું તેમ કહેવાય, પણ કરવું પોતાને પડે છે. અનંતકાળમાં પોતે પોતાના દોષથી રખડયો છે, ભગવાનને કે ગુરુને ઓળખ્યા નથી, મળ્યા તો પણ ઓળખ્યા નહિ. આ પંચમકાળમાં ગુરુ મળ્યા, તેમની વાણી મળી. તેને પોતે ગ્રહણ કરીને પુરુષાર્થ કરે તો જાગે છે. ગુરુદેવની વાણી તો બધાને માટે પ્રબળ નિમિત્ત છે, પણ તૈયારી પોતાને કરવાની રહે છે. ગુરુદેવનો તો ઉપકાર અમાપ છે, પણ પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. ગુરુદેવ પણ એમ જ કહેતા કે તું કર તો થશે.
પોતાની સ્વાધીનતાથી થાય છે, તારું દ્રવ્ય સ્વતંત્ર છે, બધાં દ્રવ્ય સ્વતંત્ર છે. તું તારો પુરુષાર્થ કર, પણ પુરુષાર્થ કરનાર ગુરુનો ઉપકાર માન્યા વગર રહે નહિ. કરનારને ઉપકારબુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. ૨૦૪. પ્રશ્ન- કરે પોતે, છતાંય ઉપકાર માનવો? સમાધાન - પોતે કરે છતાં કહે કે હે ગુરુદેવ! તમે કરી દીધું. આચાર્ય પણ શાસ્ત્રમાં એમ જ કહે છે કે પરમ ગુરુના અનુગ્રહથી અમારો નિજ વૈભવ પ્રગટયો છે. કુંદકુંદાચાર્ય માટે દેવસેન આચાર્ય જેવા કહે છે કે આપ વાણી ન લાવ્યા હોત તો અમારા જેવા પામરનું શું થાત ! તેમ આવા ગુરુ આ પંચમકાળે પધાર્યા તો બધાને ઉપકાર થયો. નહિતર શું થાત? ગુરુદેવ પધાર્યા તો માર્ગ બધાને ચોખ્ખો કરીને બતાવ્યો. ૨૦૫. પ્રશ્ન:- જ્ઞાનીની ભક્તિ કેવી રીતે પ્રગટ થાય ? સમાધાનઃ- માત્ર બહારથી ભક્તિ કરવી એમ નહીં પણ પોતાને અંદરથી મહિમા આવે તે જ્ઞાની પ્રત્યેની ભક્તિ છે. અંતરમાં બહુમાન આવવું જોઈએ. જ્ઞાનીના વચનો ઉપર બધી રીતે બહુમાન આવવું જોઈએ. અર્પણતા એવી આવી જાય કે ગુરુદેવ કહે છે તે બરાબર છે. તેમણે જે માર્ગ કહ્યો છે તે બરાબર છે. તેમ પોતાથી નક્કી કરીને બહુમાન આવવું જોઈએ. પોતે વિચાર કરીને નક્કી કરે કે આ સત્પુરુષ છે તે અપૂર્વ માર્ગ બતાવી રહ્યા છે. પછી, તે કહે તે બરાબર છે તેમ પોતાને અંતરમાંથી તે પ્રકારે બહુમાન-ભક્તિ આવે છે. ૨૦૬. પ્રશ્ન:- ગુરુ કહે એમાં શંકા ન પડે એવી જાતની તૈયારી જોઈએ ? સમાધાનઃ- તે જાતની તેયારી અંદરમાંથી બહુમાન-ભક્તિવાળાને થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com