________________
[ ૧૧૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] સમાધાન- એવા ભાવ રાખવાનું શું કામ છે? ભવનો અભાવ થાય તે ભાવ પ્રગટ કરવા જેવો છે. ભવ કેવો મળે? તેના ઉપર કાંઈ નથી. દેવનો ભવ મળે કે મનુષ્યનો ભવ મળે, તે બધા ભવ જ છે, તેમાં તો આકુળતા છે. ભવમાં કયાં શાંતિ છે? ૧૬૨. પ્રશ્ન- બધા જીવોમાં એટલું બધું જ્ઞાન નથી હોતું કે જેનાથી તત્ત્વજ્ઞાન પામી શકે. શુભ ભાવ કરે તો બીજો મનુષ્યભવ મળે, તેમાં તત્ત્વજ્ઞાન મેળવે અને મોક્ષે જાય એવી ભાવના કરવી યોગ્ય છે? સમાઘાનઃ- આ ભવમાં પુરુષાર્થ ન કરવો અને બીજા ભવમાં કરશું એવો વાયદો કરવા જેવો નથી. પોતે ક્રિયામાં પડ્યો હતો અને જે શુભભાવથી ખરેખર પુણ્ય બંધાય તેમાં ધર્મ માન્યો હતો. શુભભાવની ક્રિયાથી ધર્મ થાય તેમ માનતો હતો તેના બદલે તે બધાથી જુદો આત્મા ગુરુદેવે બતાવ્યો. જે ગુરુએ મુક્તિનો માર્ગ ને મુક્તિ કોઈ જુદાં છે-અપૂર્વ છે એમ બતાવ્યું તેમનો એવો આ સંયોગ મળ્યો તો તેમાં ભેદજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થાય તે અપૂર્વ છે. છતાં ત્યાં સુધી ન પહોંચી શકાય તો તેની ભાવના, તેનું રટણ, તેના સંસ્કાર, વારંવાર એનું ચિંતવન કરે. આવો મનુષ્યભવ, સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ, લાંબું આયુષ્ય તથા આવા ગુનો સંયોગ મળવો તે એક પછી એક દુર્લભ છે. તે બધું વર્તમાનમાં મળી ચૂકયું છે.
શાસ્ત્રમાં ટોડરમલ્લજી કહે છે કે “સબ અવસર આ ચૂકા હૈ.” તું તારું કરી લે. સમ્યગ્દર્શન પામવું દુર્લભ છે. એ પ્રાપ્ત ન થઈ શકે તો આત્મા કોઈ અપૂર્વ છે તેના સંસ્કાર પાડવા, અપૂર્વ આત્માની ચિ કરવી, ભાવના, કરવી, ચિંતવન કરવું, આત્માને એકને મુખ્ય રાખવો અને દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા-એટલું તો જીવ કરી શકે છે, અંતરમાં તેટલો પલટો કરી શકે છે. ૧૬૩. પ્રશ્ન- દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણ અને મહિમા દષ્ટિને મોળી (ઢીલી ) નથી પાડતી ? સમાધાન - મોળી (ઢીલી) નથી પાડતી, પણ દષ્ટિને અભિનંદે છે. આત્માની ઓળખાણ અને દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણને નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. દષ્ટિ-જ્ઞાન અને આત્માનો સંબંધ તો સીધો છે; પરંતુ આ શુભ રાગ વિરુદ્ધ ભાવ છે. તો પણ આત્મા સાથે નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે.
અનાદિ કાળથી જીવે શુભભાવો કર્યા પણ આત્માને ઓળખ્યો નથી, તેનું કારણ પોતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી, એટલે ઓળખાયો નથી. શુભ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com