________________
[૧૧૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] છે. માર્ગ દેખાડનારા આ પંચમકાળમાં કોણ મળે? દુનિયામાં જુઓ તો બધા કયાંક ને કયાંક અટકેલા પડયા હોય છે. કોઈ આટલું વાંચી લે, કોઈ વ્રત- તપ -ત્યાગ કરી લે, કોઈ ભક્તિ કરી લે અને કોઈ ધ્યાન કરે કે અહો! ધ્યાનમાં ભગવાન દેખાણા, કાંઈક અજવાળાં દેખાણા-એમ કોઈ કયાંક તો કોઈ કયાંક અટકે છે, ભ્રમણામાં કયાંક ને કયાંક ભૂલા પડયા હોય છે. અહીં તો ભ્રમણા થવાનો અવકાશ જ નથી. એક ચાલવાનું જ પોતાનું બાકી છે. ૧૬૫. પ્રશ્ન- જ્ઞાયક જ્ઞાન લક્ષણથી જણાય છે, પણ બીજા લક્ષણ તેને કયારે પ્રમાણરૂપે
ખ્યાલમાં આવે ? સમાધાનઃ- હું જ્ઞાન લક્ષણથી લક્ષિત એક જ્ઞાયક તત્ત્વ છે. જે તત્ત્વ હોય તે પૂર્ણ જ હોય, તે તત્ત્વ કાંઈ અધૂરું ન હોય. આ રીતે હું પરિપૂર્ણ છું એમ કહેતાં બધું ભેગું સમજાઈ જાય છે. જે સુખને પોતે ઇચ્છી રહ્યો છે તે સુખ બહારથી નથી આવતું, હું સુખસ્વરૂપ છું હું શાંતિસ્વરૂપ છું; આ વિકલ્પ છે તે બધી આકુળતા છે, હું નિર્વિકલ્પ તત્ત્વ છું; શાસ્ત્રમાં કહ્યું માટે નહિ, પણ હું પોતે નિર્વિકલ્પ તત્ત્વ જ છું. આનંદગુણ દેખાતો નથી, છતાં પણ મારામાં આનંદગુણ છે, તે અમુક રીતે નક્કી થાય છે. જ્યારે જ્ઞાન લક્ષણ એવું છે કે તેને ખ્યાલમાં આવી શકે છે, માટે આત્માને જ્ઞાનથી જાણવો તેમ કહેવામાં આવે છે. હું આકુળતા વગરનો નિરાકુળ છું એમ એને ખ્યાલ આવી શકે છે; પણ હું આનંદ લક્ષણ છું તેમાં તેને આનંદ દેખાય નહિ, તો પણ અમુક જાતના યથાર્થ પ્રમાણથી જાણી શકે છે. સાચા જ્ઞાનથી નક્કી કરી શકે છે. પરંતુ જ્ઞાન લક્ષણ એવું છે કે તેના અનુભવમાં આવે છે. તેના અનુભવમાં એટલે કે સ્વાનુભૂતિના અનુભવમાં એમ નહિ, પણ જ્ઞાન લક્ષણથી જાણી શકે છે. ૧૬૬. પ્રશ્ન- આત્મા બીજાને જાણે છે માટે જ્ઞાયક છે કે સ્વયં જ્ઞાયક છે ? સમાધાનઃ- શાસ્ત્રમાં આવે છે ને? કે હું દેખનારો છું, દેખતાને જ દેખું છું, દેખતા દ્વારા દેખું છું, સ્વયં દેખનારો-જાણનારો છું, બીજાને દેખનારો છું તેમ નહિ. હું
સ્વયં દેખનારો છું. હું દેખનાર-જાણનાર સ્વભાવથી ભરપૂર છે. અગ્નિ બીજાને ઉષ્ણ કરે માટે ઉષ્ણ છે તેમ નહિ, સ્વયં ઉષ્ણતાથી ભરેલી અગ્નિ છે. બરફ પોતે
સ્વયં ઠંડો છે, બીજાને ઠંડો કરે માટે બરફ ઠંડો એમ નહિ, બરફનો સ્વભાવ સ્વયં ઠંડો જ છે. તેમ બીજાને હું દેખું-જાણું માટે હું જાણનાર એમ નહિ, હું સ્વયં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com