________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪]
[સ્વાનુભૂતિદર્શન લગની; તથા દિવસ અને રાત તેનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માનું ન્યારાપણું, બુદ્ધિમાં ગ્રહણ કર્યું પણ અંતર પરિણતિમાં હું ચૈતન્ય ન્યારો છું એવી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થવી જોઈએ. પોતાના પ્રયત્નની ખામી છે. હું ચૈતન્ય જુદો છું, જુદો છું એવી અંતરમાંથી ન્યારાપણાની પરિણતિ પ્રગટ થવી જોઈએ. તો સ્વાનુભૂતિ થાય છે. માત્ર વિચાર ચાલે તે ઠીક છે પણ અંતરમાં ઊંડા ઊતરીને જે સ્વભાવ છે તે સ્વભાવમાંથી ન્યારાપણું આવવું જોઈએ. ૧૮૩. પ્રશ્ન- શુદ્ધનયકા ઔર સમ્યગ્દર્શનકા વિષય કયા એક આત્મા હી હૈ? કયા દષ્ટિમેં કોઈ પર્યાયકા સ્વીકાર નહીં? સમાધાનઃ- દોનોંકા વિષય એક આત્મા હી હૈ, પર્યાય નહીં. દ્રવ્યદૃષ્ટિમેં પર્યાય નહીં આતી. અધૂરી, પૂર્ણ પર્યાય પર ભી લક્ષ નહીં જાતા. શુદ્ધ પર્યાયકા વેદના હોતા હૈ, તો ભી શુદ્ધ પર્યાય પર ઉસકી દૃષ્ટિ નહીં હોતી. દષ્ટિ તો શાશ્વત અનાદિ-અનંત પારિણામિકભાવ ઊપર હૈ. પારિણામિક ભાવકા ભી વિકલ્પ નહીં હોતા. મેં અનાદિ-અનંત આત્મા હું ઇસકે ઉપર દષ્ટિ રહતી હૈ, શુદ્ધ-અશુદ્ધ દોનોં પયાર્ય પર દષ્ટિ નહીં હોતી. ઇસકા વેદન હોવે તો ભી દષ્ટિ ઉસ પર નહિ હોતી. જ્ઞાન જાનતા હૈ કિ મેરી સાધકદશા ઇતની હૈ-ચતુર્થ ગુણસ્થાન હૈ, ૬ઠ્ઠા-સાતવા ગુણસ્થાન હૈ,-ઐસા જ્ઞાનમેં રહતા હૈ ઇસલિયે પુરુષાર્થ હોને લગતા હૈ-પુરુષાર્થ કરતા હૈ. પરંતુ દષ્ટિ તો પૂરી દ્રવ્ય પર હૈ. પર્યાયકા વદન હોતા હૈ વહ જ્ઞાન જાનતા હૈ. ૧૮૪. પ્રશ્ન- જુદા પાડવાનો અભ્યાસ કરે તો શું એક ક્ષણ એવી આવે જેથી અભેદમાં પરિણતિ જાય ? સમાધાનઃ- હ. જુદા પાડવાનો અભ્યાસ કરે તો ન્યારી પરિણતિ થાય. કેટલાકને મૂંઝવણ થાય એટલે થાકી જાય; પણ પોતે પ્રયત્ન કર્યા કરવો, તેમાં મૂંઝાવું કે થાકવું નહિ. પોતે ઉત્સાહથી અને ધીરજથી પ્રયત્ન કરવો. પ્રયત્ન કરે તો પ્રગટ થયા વગર રહેતું જ નથી. જેને પોતાની જિજ્ઞાસા ને પ્રયત્ન પોતા તરફ છે તેને કાળ લાગે, પણ થયા વગર રહેતું નથી. પોતાને લગની-રૂચિ છે ને કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. જ્યાં સુધી કાર્ય થાય નહિ ત્યાં સુધી સમજવું કે કારણ ઓછું છે. ૧૮૫. પ્રશ્ન- આપને પૂર્વભૂમિકામાં શું વિચારો ચાલતા હતા ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com