________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૨૩ પ્રશ્ન:- રાગ-દ્વપમાં જીવ ગૂંચવાઈ જાય છે? સમાઘાનઃ- પોતાની રુચિ નથી, રુચિ મંદ છે, એટલે ગૂંચવાઈ જવાય છે. પુરુષાર્થ વધારે કરવો, રુચિ વધારવી. પુરુષાર્થ મંદ થાય તો વારંવાર તેનો અભ્યાસ કરવો. બહારની કોઈ રુચિ લાગે તો તેનો પ્રયત્ન કેમ કર્યા જ કરે છે? બહારની રુચિ હોય અને ગમતું કામ માથે લીધું હોય તો તેની પાછળ પડી કામ કર્યા જ કરે છે. તેમ આની રુચિ લાગે અને પાછળ પડીને વારંવાર પ્રયત્ન કરે તો કાર્ય થાય. પુરુષાર્થ કર્યા વગર થતું નથી. ૧૮૦. પ્રશ્ન - ઉતાવળથી આત્માનું કાર્ય ન થાય? સમાધાનઃ- ખોટી ઉતાવળ કર્યું ન થાય, સ્વભાવ ઓળખે તો થાય. ધીરજથી થાય, પ્રમાદ કરે તો ન થાય. આકુળતા કરવાથી ન થાય, પણ ધીરજથી-શાંતિથી સ્વભાવને ઓળખીને યથાર્થ રીતે વિચાર કરે તો થાય. પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવને ગ્રહણ કરે તો થાય. ૧૮૧. પ્રશ્ન:- સ્વાનુભૂતિમાં, નાળિયેરમાં જેમ-ગોળો અલગ છે તેમ, શરીર એકદમ જુદું પડયું છે એમ ખ્યાલમાં આવે ? સમાધાનઃ- પોતે જુદો જ પડી જાય છે. એકદમ નિરાળો થઈ જાય છે. ચૈતન્યતત્ત્વ એકલો નિરાળો થઈ પોતે પોતાની સ્વાનુભૂતિ કરે છે, પોતે પોતાના અનંત ગુણનું વેદન કરે છે, ચૈતન્ય ગોળો છૂટો પડીને, ચૈતન્યપણે પોતે પોતાને અનુભવે છે. આ અનુભવમાં જે વિભાવનું વેદન છે તે છૂટી જાય છે અને ચૈતન્યનું વેદના અંતરમાંથી પ્રગટ થાય છે. એકદમ એવો નિરાળો થઈ જાય છે. શરીરનો ખ્યાલ નથી રહેતો. બહાર ઉપયોગ આવે ત્યારે આ શરીર જુદું અને હું જ્ઞાયક જુદો તેમ જુદાપણાની– નિરાળાપણાની પરિણતિ વર્તે છે. અંતરમાં ગયો તો શરીર કયાં છે તે ખ્યાલ રહેતો નથી, વિકલ્પ તરફનો ઉપયોગ પણ છૂટી જાય છે ને એકલું ચૈતન્યનું વેદન રહે છે. -એકલી આનંદની ધારા રહે છે. તેની સાથે અનંત ગુણની પર્યાય પ્રગટ થાય છે. ૧૮૨. પ્રશ્ન- અમને તો લાગે છે કે અમે ઘણો પુરુષાર્થ કરીએ છીએ છતાં પરિણામ કાંઈ દેખાતું નથી. તો આપ આ વિષયમાં વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો. સમાઘાન- પોતાના પુરુષાર્થની ખામી છે. પોતાના પુરુષાર્થમાં એની ને એની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com