________________
[૧૨૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] જે પ્રજ્ઞાથી સ્વભાવને જુદો પાડ્યો તેનાથી સ્વભાવને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તે મુક્તિનો માર્ગ છે,-સ્વાનુભૂતિનો માર્ગ છે. પોતે સાચા જ્ઞાન વગર બધાં બાહ્ય સાધનો ભેગા કરે તો તે પગલું કયાં માંડશે? ઊભો કયાં રહેશે? જે પોતાના સ્વભાવને ઓળખતો નથી તે એકાગ્રતા ક્યાં કરશે? એકાંતમાં કયાં જાશે? પોતે પોતાને ઓળખવો જોઈએ કે હું આ ચૈતન્ય છે. તે વિના તે કયાં પગલું માંડશે? માટે તેણે જ્ઞાન દ્વારા-પ્રજ્ઞા દ્વારા પોતાને ઓળખવો જોઈએ કે આ હું ચૈતન્ય છું. આમ પોતે પોતાને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તો સાચી એકાગ્રતા થાય. નહિ. તો માત્ર શુભભાવનારૂપ થાય છે. ૧૯૦. પ્રશ્ન- ફક્ત વિચારોના માધ્યમથી સ્વભાવ ગ્રહણ થઈ શકે? સમાધાન - તત્ત્વવિચારમાં તેનું ધ્યેય એવું હોવું જોઈએ કે હું આત્માને ગ્રહણ કરું. એકલા માત્ર ઉપર ઉપરના વિચારો કે શાસ્ત્રના વિચારો કર્યા કરે તો થાય નહિ. પોતાને ચૈતન્ય ગ્રહણ કરવાના, શાસ્ત્રના, દ્રવ્ય-ગુણ-પર્યાયના વગેરે બધા વિચારો, સ્વભાવ એકદમ ગ્રહણ થઈ જાય તેમ નહીં હોવાથી વચમાં ભલે આવે, તો પણ તેનું ધ્યેય એવું હોવું જોઈએ કે હું મારા આત્માને ગ્રહણ કર. તેને પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ હોવું જોઈએ કે મને મારો આત્મા કેમ ગ્રહણ થાય? જોકે તત્ત્વના વિચાર એ મુખ્ય સાધન છે, છતાં તેમાં પણ પોતાને ગ્રહણ કરવાનો પ્રયત્ન થવો જોઈએ. ૧૯૧. પ્રશ્ન:- સ્થૂલ ઉપયોગને સૂક્ષ્મ કરવાની કોઈ પદ્ધતિ નહિ હોય ? સમાધાન- ઉપયોગ સ્થૂલ થવાનું કારણ પોતાને બહારની મહિમા છે; બહારની એકત્વબુદ્ધિ છે તેથી ઉપયોગ સ્થૂલ થઈ ગયો છે.
બહારમાં તેને ક્યાંય ગમે નહિ, કયાંય રુચે નહિ, કયાંય ચેન પડે નહિ, કયાંય સુખ લાગે નહિ અને આ બાજુ સુખ મારા આત્મામાં છે, અને આત્મા કેમ ઓળખાય? કમ ઓળખાય?–એવી જાતની ક્ષણે ને ક્ષણે ચૈતન્યની લગની લાગે, એક ને એક લગની લાગે એનો મહિમા આવે તો ઉપયોગ સૂક્ષ્મ થયા વગર રહે નહિ. સાચી રુચિ લાગે, સાચો પુરુષાર્થ કરે-સાચું કારણ પ્રગટ થાય તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. જેમ આકોલિયાનું બી વાવે અને આંબો ઊગે એમ બને નહિ, આંબાનું બીજ વાવે તો જ આંબો ઊગે છે, તેમ આત્માને યથાર્થ ઓળખે, ચૈતન્યનું મૂળ ઓળખે અને પછી તેમાં જ્ઞાન-વૈરાગ્ય-ધ્યાનનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com