________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૦૫ પલટો આવવો જોઈએ. બસ, મારે કાંઈ જોઈતું નથી તેમ અંદરથી લાગવું જોઈએ. એટલો અંદરથી પલટો થવો જોઈએ. અંતરમાંથી એવો પલટો આવે કે બસ, એક આત્મા સિવાય કાંઈ જોઈતું નથી. આત્મા જ જોઈએ છે એટલી અંદરથી તાલાવેલી લાગવી જોઈએ. જો અંદરથી લાગે કે મને કોઈનો આશ્રય નથી, કોઈ ૫૨ સુખરૂપ નથી; તો એક આત્મા સિવાય બીજે કયાંય તેની દષ્ટિ અંદરથી ટકતી નથી. પછી ભલે કોઈને લાંબા કાળે કાર્ય થાય કે કોઈને અંતર્મુહૂર્તમાં થાય, પણ અંતરથી બધું છૂટી જવું જોઈએ કે બહારમાં એક રજકણથી માંડીને કોઈપણ પદ્રવ્ય મારું નથી, શ્રદ્ધામાં આવવું જોઈએ. ૧૪૯.
પ્રશ્ન:- આપ કહો છો ત્યારે સહેલું લાગે છે પણ પ્રયત્ન કરીએ ત્યારે અઘરું લાગે છે અને થતું નથી. તો શું કરવું?
સમાધાનઃ- ધીરજથી કરવાનું છે. ન થાય તો મૂંઝાવું નહિ. જ્ઞાયકની ભાવના, જ્ઞાયકનું વારંવાર રટણ, ને શાયકના વિચાર કરવા પણ મૂંઝાવું નહિ. તેમાં ઉતાવળ કરીને કાંઈ બીજું કરવાનો અર્થ નથી. અનાદિનો એકત્વનો અભ્યાસ છે એટલે અઘરું લાગે છે પણ સ્વભાવ તો પોતાનો જ છે તેથી અઘરું નથી, એકત્વબુદ્ધિને લઈને અઘરું થઈ પડયું છે.
પોતાનો સ્વભાવ સમીપ છે. બહાર ગોતવા જવું પડે તેમ નથી. પરાધીન નથી. કોઈ આપે તો થાય એવું પણ નથી. પોતાની આગળ છે પણ પોતાના પુરુષાર્થની ખામીને લઈને થતું નથી. દૃષ્ટિ એટલી બધી બહાર થઈ ગઈ છે કે અંત૨માં જઈ શકતો નથી અને સ્થૂલતામાં ચાલ્યો જાય છે. ૧૫૦.
પ્રશ્ન:- શ્રીમદ્ઘમાં આવે છે કે પોતાના મનથી કરેલો સ્વરૂપનો નિશ્ચય માનવા કરતાં જ્ઞાની કહે છે તે નિશ્ચય માનવામાં કલ્યાણ છે.
સમાધાનઃ- જ્ઞાનીએ યથાર્થ સ્વરૂપ સમજીને કરેલો નિશ્ચય યથાર્થ છે. તારા મનથી કરેલો નિશ્ચય તેમાં ભૂલ હોય અને કલ્પિત હોય. મને આમ બરાબર લાગે છે, પણ જ્ઞાનીના કહેવાનો શું આશય છે? જ્ઞાનીને-ગુરુને શું કહેવું છે, એનું શું રહસ્ય છે; તે વિચારીને, મેળવીને, પોતે નક્કી કરવું જોઈએ. પોતાની કલ્પનાએ નક્કી કરે તો ભૂલનો અવકાશ છે. પોતે સ્વચ્છંદથી નક્કી કરેલું છે. અનંતકાળથી માર્ગ અજાણ્યો છે, તું પોતે કાંઈ સમજતો નથી તેથી પોતાની મેળાએ નક્કી કરે કે આમ વસ્તુ છે, આ માર્ગ છે. આમ મુક્તિનો પંથ આવી રીતે છે એમ નક્કી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com