________________
[ ૧૦૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] “યમ, નિયમ, સંયમ, આપ કીયો, પુની ત્યાગ-વૈરાગ અથાગ લીયો, વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દીયો.” પદ્માસન લગાવ્યું, ધ્યાન ધર્યું, બધું કર્યું. “સબ શાસ્ત્રન કે નય ધારી યેિ,” શાસ્ત્રોના નય ધારી લીધા.
મત મંડન ખંડન ભેદ કિયે.” આ બધું કર્યું પણ અંતરમાં કાંઈક રહી જાય છે. પોતાનો રસ ક્યાંક રોકાતો હોય છે. તે પોતે વિચારવું કે મારો રસ કયાં રોકાય છે? ૧૪૭. પ્રશ્ન- સ્વભાવ પ્રાપ્તિ માટે આપ કહો છો એવું પૂરું કારણ શું આપી શકાતું નથી ? એટલે શું કાર્ય થતું નથી? સમાધાનઃ- કારણ આપતો નથી તો કાર્ય આવે કયાંથી? જે જાતનો સ્વભાવ છે તે રૂપે પોતે પરિણમતો નથી. અંદરની શાંતિ જુદી હોય છે. ને બહારથી વિકલ્પ શાંત કરીને બેઠો છે એ તો શુભભાવની શાંતિ છે. શુભભાવનો આલ્હાદ છે. કયાંક તેનો રસ રોકાય છે તેને પ્રમાદ હોય છે તેથી કાર્ય આવતું નથી. બહારથી આટલું કર્યું, આટલા કલાક કર્યું. એમ તેમાં કલાકનું માપ ન હોય. કોઈ કહે ૧૫ મિનિટ આ કર્યું -૧૫ મિનિટ ધ્યાન કર્યું. છતાં કાર્ય થતું નથી. કારણ તે તો અંદરની તૈયારીથી થાય છે. અંદરનું સહજ જે ચાલતું હોય તેને આટલા કલાક કર્યું તેવા માપ ન હોય! અંદર જ્ઞાયકની સહજધારા ચાલે તેને કાળનું માપ ન હોય; સહજધારામાં પોતે જ આગળ જાય, બહારથી અમુક વિકલ્પ મંદ કર્યા હોય તો તેને શાંતિ જેવું લાગે તેમ નહિ પણ તેનું હૃદય અંદરથી ભેદાવું જોઈએ. અંદરથી તેને કયાંય રસ ન હોય, જ્ઞાયકને ઓળખવા માટે એટલી હદે ઉદાસીનતા અંતરમાથી આવવી જોઈએ. બહારથી બધું છૂટી જાય એમ હોતું નથી. પણ કાર્ય ન થાય ત્યાં સુધી વાંચન કરે, મનન કરે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે પણ આટલું મેં કર્યું છતાં કેમ નથી થતું? એમ તેને ન થાય. કાર્ય ન થવામાં પોતાનું કારણ છે તેમ જાણી, બહારમાં કયાં રસ છે તે અંદરમાં પોતે વિચારી જોવે. ૧૪૮. પ્રશ્ન- શેનો રસ છે તે પોતાને ખ્યાલમાં આવી જાય ? સમાધાનઃ- ખરો જિજ્ઞાસુ હોય તો ખ્યાલમાં આવે કે હું કયાં રોકાઉં છું. બાકી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com