________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૧૦૧ જ્ઞાની કોઈવાર દ્રવ્યની વાત કરે, કોઈવાર પર્યાયની વાત પણ કરે, પણ જ્યાં જ્યાં યથાયોગ્ય હોય તે રીતે ગ્રહણ કરી લેવું. કોઈ વાત છોડી દેવાની કે કાઢી નાખવાની હોતી નથી. આચાર્યદવ કહે છે કે અમે એક શુદ્ધનય સ્થાપિત કરીને તેનાથી (શુદ્ધનયથી) આત્માની અનુભૂતિ પ્રગટ કરી છે. તેમાં વચ્ચે વ્યવહાર આવી જાય છે. અરેરે...!..વ્યવહારનય હસ્તાવલંબન તુલ્ય છે તેથી વચ્ચે આવી જાય છે, આવ્યા વગર રહેતો નથી, પણ તે જાણવા જેવો છે. સ્વાનુભૂતિની વાતમાં વચ્ચે વ્યવહારનય આવે છે પણ વ્યવહારને કેટલું વજન દેવું અને દ્રવ્યદષ્ટિને કેટલું વજન દેવું તે સમજી લેવું. બન્નેની કઈ કઈ કોટી છે તે જાણી લેવું. અનાદિનો માર્ગ અજાણ્યો છે. દ્રવ્યદષ્ટિ જીવે પ્રગટ કરી નથી. તેથી દ્રવ્યદષ્ટિ મુખ્ય હોય છે, પણ સાધકદશામાં વ્યવહાર વચ્ચે આવે છે. કોઈ પ્રયોજનવશ કોઈવાર આચાર્યદવે વ્યવહારની વાત કરી હોય તો તે કાઢી નાંખવાની નથી. સાધ્ય-સાધકભાવના ભેદથી એક સાધ્યને ગ્રહણ કરવાનું છે. એક આત્માને ગ્રહણ કરતાં તેમાં વચ્ચે જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ આવ્યા વગર રહેતા નથી. આ જ્ઞાન છે, આ દર્શન, આ ચારિત્ર એવા ભેદ-વિકલ્પ આવે છે, પણ તે ભેદના વિકલ્પમાં રોકાવાનું નથી. તું શાયકની દષ્ટિ કર. તેમાં વચ્ચે સાધ્ય-સાધકભાવના ભેદ આવે છે.
દ્રવ્યથી પૂર્ણ છું પણ પર્યાયમાં અધૂરાશ છે માટે વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. જે પરમભાવને પહોંચી ગયા, તેને વ્યવહારનું કાંઈ પ્રયોજન નથી. સમયસારમાં આવે છે ને કે સોળવલું સોનું થઈ ગયા પછી તેને તાપ દેવાની જરૂર નથી. પણ જે સાધકદશામાં છે તેને વ્યવહાર વચ્ચે આવે છે તે વ્યવહાર જાણવા યોગ્ય છે. તે આદરવા યોગ્ય ક રાખવા જેવો છે તેવો અર્થ નથી. ૧૪૫. પ્રશ્ન- ભક્તિમાર્ગ શું બીજો છે ? કે જ્ઞાનમાર્ગમાં અભેદ ભક્તિ આવી જાય છે? સમાધાન - સાચી સમજણ તરફ વળે ત્યારે સાથે ભક્તિ આવ્યા વગર રહેતી નથી. યથાર્થ તત્ત્વનિર્ણય કરવાની રુચિ જાગી તેને ભેગી ભક્તિ આવી જાય છે. પણ અનાદિકાળથી જીવ શુષ્કતામાં ચાલ્યો જાય છે. શ્રીમદ્જી તથા અન્ય બધા જ્ઞાનીઓ એમ કહે છે કે તત્ત્વનિર્ણયપૂર્વક ભક્તિ કરજે તે ભક્તિમાર્ગ છે. તત્ત્વવિચાર તરફ પરિણતિ રાખીને ભક્તિ કરજે આમ ભક્તિમાર્ગમાં કહેવું છે.
જ્ઞાનમાર્ગમાં જીવો ઘણીવાર શુષ્ક થઈ જાય છે એટલે ભક્તિમાર્ગ સાથે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com