________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૦૦ ]
[ સ્વાનુભૂતિદર્શન
મળતું હોય તો તેને શીખ્યા કરે, ભણ્યા કરે, ગોખ્યા કરે; પરંતુ આ તો અંતરમાં કરવાનું છે.
તેની પાછળ પડી જાય, ભેદજ્ઞાન કર્યા કરે, વારંવાર તેની દૃષ્ટિ કરે, વારંવાર તેની લગની લગાડે તો થયા વગર રહે નહિ. તેની ખરી લગની લગાડવી જોઈએ તો થાય. આખી દિશા ફેરવી નાંખવાની છે. ૧૪૪.
પ્રશ્ન:- જ્ઞાની ધર્માત્માની બધી વાત ગ્રહણ કરવી તેમાં નિશ્ચયની ગ્રહણ કરવી અને વ્યવહારની છોડી દેવી કે શું કરવું ? તે બતાવશોજી.
સમાધાનઃ- જ્ઞાની જે અપેક્ષાથી જે વાત કહેતા હોય તે પ્રમાણે ગ્રહણ કરવી. કોઈ વાત બાદ કરી દેવી-છોડી દેવી એમ નહિ, તેની અપેક્ષા સમજવી. વ્યવહારની વાત કહે તો કઈ અપેક્ષાથી કહે છે, નિશ્ચયની વાત કઈ અપેક્ષાથી કહે છે તે સમજી લેવું. કોઈ કથન દ્રવ્યદૃષ્ટિથી હોય, કોઈ કથન પર્યાયદષ્ટિથી હોય, તો તે બંનેની સંધિ કરીને મહાપુરુષ કઈ રીતે કહે છે તે સમજી લેવું.
બંને સમર્થ આચાર્ય હોય એમાંથી કોઈ આચાર્ય નિશ્ચયની વાત કહેતા હોય, કોઈ આચાર્ય વ્યવહારની વાત કરતા હોય તો તે બંનેનો મૈત્રી-મેળ કેમ કરવો તે સમજી લેવું. એક આચાર્યદેવે શાસ્ત્રના એક અધિકારમાં નિશ્ચયની વાત કરી હોય, તે જ આચાર્યદેવે બીજા અધિકારમાં વ્યવહારની વાત કરી હોય, તો તે બંનેમાં મેળ કરવો જોઈએ કે આ અધિકારમાં આચાર્યદેવે કઈ અપેક્ષાએ કહ્યું છે. વ્યવહા૨ના અધિકારમાં શું કહેવાનો આશય છે તે સમજવું જોઇએ. કોઈ વાત કાઢી નાંખવાની હોય તે વાત તો આચાર્યદેવ કરે જ નહિ. જે વસ્તુસ્વરૂપ હોય તેનું જ કથન કરે, વસ્તુસ્વરૂપ ન હોય, તથા મુક્તિના માર્ગમાં જે લાગુ ન પડે તેવી અટિત વાત જ્ઞાનીઓ કહેતા જ નથી.
મુમુક્ષુઃ- જ્ઞાનીની કોઈ વાત અઘિટત હોય જ નહિ?
બહેનશ્રી:- જ્ઞાનીઓ અટિત વાત કહેતા જ નથી. મુક્તિના માર્ગને યોગ્ય ન હોય તેવી વાત કહેતા જ નથી. ગુરુદેવ કહેતા હોય તે બધું સમજીને જ કહેતા હોય. કોઈ નિષ્પ્રયોજન વાત હોય જ નહિ. એક પણ વાત નકામી ન હોય. મુક્તિના માર્ગમાં દ્રવ્યદષ્ટિ મુખ્ય હોય છે. વ્યવહાર સાથે હોય છે. સાધનામાં વચ્ચે વ્યવહાર હોય છે પણ સાધકની દૃષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે. તેમાં પર્યાય વચ્ચે આવ્યા વગર રહેતી નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com