________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૯૯ ગયું છે. અંતરમાં ગયો નથી. તેથી અંતરનું કાર્ય કરવું તે અઘરું લાગે છે. કરવાનું તો તેને પોતાને છે. પોતે જ છે, બીજો કોઈ કરી દેવાનો નથી. બહારના પદાર્થ છે, તેને પોતાના કરવા તે કાર્ય દુષ્કર છે. પરદ્રવ્ય કદી પોતાનું થતું નથી. અનાદિકાળથી જીવ તેને માટે મથામણ કરે છે, ફાંફાં મારે છે; પણ તેમાંથી કંઈ મળતું નથી.
અનાદિકાળથી બહારનો અભ્યાસ છે તેથી અઘરું લાગે છે; પણ ખરેખર અઘરું નથી. પોતાનો સ્વભાવ છે તેથી અંતરમાં જાય તો સહેલું છે. પરંતુ તેને પહેલાં અંતરમાં જવું જ મુશ્કેલ પડે છે. અંતરમાં જાય, સ્વભાવને ઓળખે, તો ચૈતન્ય પોતે જ છે અને તે જ્ઞાયક સહજ જ્ઞાનસ્વભાવથી ભરેલો છે. કયાંય બહાર લેવા જવું પડે તેમ નથી. જ્ઞાન સહજ, આનંદ સહજ, બધું સહજ છે. તેમાં તદ્રુપ થાય, દષ્ટિ કરે, તદ્રુપ પરિણમે તો પ્રગટ થાય છે.
બહારથી પર પદાર્થને પોતાના કરવા માંગે છે તેથી પોતામાં જવું મુશ્કેલ થઈ પડ્યું છે. અંતરમાં ઊતરે, સ્વભાવ ઓળખે તો એકદમ સહેલું છે. અંતરમાં જાય તો માર્ગ સહજ છે. પ્રથમ ભૂમિકા વિકટ હોય છે; પછી અંતરમાં જાય, દષ્ટિ કરે, તદ્રુપ પરિણમે પછી તો સરળતાથી તે માર્ગે ચાલ્યો જાય છે. પણ તે પુરુષાર્થ કરતો નથી. ૧૪૨. પ્રશ્ન:- પ્રથમ ભૂમિકામાં પહેલું પગથિયું ચડવું જ અઘરું લાગે છે, તો કેમ થાય? સમાધાન - વસ્તુની પ્રાપ્તિ માટે જો તે બહાર હોય તો બહાર જવું પડે, કોઈની પરાધીનતા કે લાચારી કરવી પડે. પણ તેવું કંઈ કરવું પડે તેમ નથી. પોતે સ્વાધીન છે. પોતે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંત અનંત શક્તિથી ભરેલો છે, અધૂરો નથી. તે પ્રાપ્ત કરવામાં પોતાની સ્વાધીનતા છે. પહેલાંથી જ મુશ્કેલ પડે છે તેમ માનીને કરતો નથી. બહાર લેવા જવું પડે તેમ નથી. પોતામાં ભરેલું છે, તે જ પ્રગટ થાય છે. માર્ગ તો ગુરુદેવે એકદમ સ્પષ્ટ બતાવ્યો છે. કરવાનું પોતાને છે. ૧૪૩. પ્રશ્ન- માર્ગ તો સ્પષ્ટ છે પણ અમને માર્ગ મળતો નથી તેથી મૂંઝવણ થાય છે તો માર્ગ કેમ શોધવો? સમાધાન - રસ્તો પોતાને જ કાઢવાનો છે. માર્ગ શોધનારો પોતે જ છે. જિનેન્દ્ર ભગવાન, ગુરુ બધા માર્ગ બતાવે પણ તૈયારી તો પોતાને કરવાની છે. બહારથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com