________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૦૯ તેને જ્ઞાન જોઈએ છે તેથી જ્ઞાનમાં તેને આત્મા તરફની મહિમા આવવી જોઈએ. જ્ઞાની તરફની મહિમા એટલે કે અંતરમાં આત્મા તરફની મહિમા એવો અર્થ નીકળે છે. માટે આ જાતની મહિમા હોય અને પરિગ્રહની ગૌણતા થઈ જાય તો જ તેને જ્ઞાની પ્રત્યેની અર્પણતા અને આત્મા તરફની મહિમા આવે છે. બંનેને મેળ છે.
મુમુક્ષુ- શું જ્ઞાનીની અને આત્માની મહિમાને મેળ છે?
બહેનશ્રી:- હા, બંનેને મેળ છે. જ્ઞાનીની મહિમા કરે છે તેનો અર્થ એ છે કે તેને આત્મા જોઈએ છે, અંતરમાં આત્માનું એને ધ્યેય છે. ૧૫૫. પ્રશ્ન:- નવમી રૈવેયક જનાર દ્રવ્યલિંગી મુનિએ અને ૧૧ અંગના શાસ્ત્રપાઠીએ જે તત્ત્વ ન પકડયું તે આપે બાળવયે અતિ સુલભપણે પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈનદર્શનની યથાર્થતા નક્કી કરીને અમૂલ્ય ચૈતન્ય-ચિંતામણિ સાધી લીધું. આ ક્ષેત્રે વર્તમાનકાળે જે અનેક-અનેક જીવરાશિ છે. તેમાં આપ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શકયાં છો. આવા એક મહાપુરુષ આપ અમારી સામે બિરાજો છો. તો આપે કઈ વિધિએ ને કઈ વિવાથી આ રહસ્ય ઉકેલ્યું? અને આ ચિંતામણિ હાથ આવતાં આપની ઊર્મિઓ કેવી હતી? સમાધાનઃ - ૧૧ અંગ ભણો પણ અંદર શું છે? તે જાણવાનો પ્રયત્ન કર્યો નહિ. જીવ અનંતવાર નવમી રૈવેયક ગયો, ૧૧ અંગ ભણ્યો-એવું બધું તો અનંતવાર કર્યું છે. પણ ચૈતન્યતત્ત્વનો સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી.
આ તો ગુરુદેવનો પ્રતાપ છે. ગુરુદેવે આ માર્ગ પ્રકાશ્યો કે કાંઈક તત્ત્વ જુદું છે. અંદર સ્વાનુભૂતિ થાય છે, તે સ્વાનુભૂતિમાં મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. ગુરુદેવે માર્ગ પ્રકાશ્યો અને બધું શ્રવણ કરતાં અંતરમાં એમ થઈ ગયું કે આ જ કરવા જેવું છે. આ મનુષ્યભવની અંદર આ એક મુખ્ય તત્ત્વની સ્વાનુભૂતિ પ્રાપ્ત ન થઈ તો આ બધું મળ્યું અને આ મનુષ્યભવ મળ્યો તે નકામો છે. આમ અંદરથી ભાવના થઈ કે આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એક અંતરમાં સ્વાનુભૂતિ પ્રગટ કરવા જેવી છે.
આજ કરવા જેવું છે એમ વારંવાર તેનો વિચાર, તેનું મંથન કરી કરીને અંતરમાંથી નક્કી કર્યું હતું કે આ ગુરુદેવે બતાવ્યો તે માર્ગ જ સાચો છે. અનેક પ્રકારના માર્ગની અંદર અનેક જાતની વાતો બધા કરી રહ્યા છે, તે બધું ખોટું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com