________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૦૭ પરિણતિને જોવે તો વેદનમાં બધા વિભાવભાવો, રાગ-દ્વેષ, કલુષિતતા અને આકુળતા દેખાય છે. ચૈતન્યભગવાન અંદર શુદ્ધતાથી ભરેલા છે તે તેને દેખાતા નથી એટલે તેને વિશ્વાસ આવતો નથી. ગુરુદેવ કહે છે કે તું ભગવાન છો તો પણ તેને એમ થાય છે કે ભગવાન તો કોઈ જુદા હોય. અંદરમાં હું ભગવાન છું એવો વિશ્વાસ આવવો મુશ્કેલ પડે છે.
આ તો પૂજ્ય ગુરુદેવના પ્રતાપે વાણીના ધોધ છૂટયા અને તું ભગવાન છો એમ સમજાવ્યું તેથી તેને વિશ્વાસ આવે છે. નહિ તો એમ થાય કે આપણે ભગવાન કયાંથી હોઈએ? કારણ કે તેના વેદનની અંદર એકલી કલુષિતતા ભાસે છે. પણ ગુરુદેવે એટલા જોરથી કહેલ છે જેથી વિશ્વાસ બેસે, એટલે એમ થાય છે કે આપણે ભગવાન આત્મા છીએ. ૧૫ર. પ્રશ્ન- જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? મુમુક્ષુની ભૂમિકામાં એક ક્ષયોપશમ જ્ઞાનવાળો હોય અને એક સાચા આત્મજ્ઞાની હોય. તે બંનેને મુમુક્ષુ કઈ રીતે ઓળખે ? બંને વચ્ચે અંતર કેમ પાડે ? સમાઘાન - બંનેનો પરિચય કરવાથી તથા અંતર ઓળખવાથી તફાવત ખ્યાલમાં આવી શકે છે.
સાચો મુમુક્ષુ હોય તેનાં હૃદયનેત્રો એવાં થઈ ગયાં હોય છે કે જ્ઞાનીની અપૂર્વ, અંતરમાંથી ભીંજાયેલી, ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન પાડતી તથા અનુભવમાંથી નીકળતી આત્મસ્પર્શી વાણીને ગ્રહણ કરી શકે છે. તેના હૃદયનેત્રો તેવી જાતના ભાવને ગ્રહણ કરવા યોગ્ય થઈ ગયા હોય છે.
જ્ઞાનીનું ક્ષયોપશમ જ્ઞાન હોય પણ તે અનુભૂતિવાળું જ્ઞાન છે. જ્ઞાની અંતરથી બોલતા હોય તે જુદું જ નીકળતું હોય છે. જેમ કે પૂજ્ય ગુરુદેવ કહેતા હોય, “તું જુદો છે-જુદો છે, આ તારું નથી” એમ જે અનુભવમાંથી બોલે તેની ભાષા, તેનો વળાંક જુદો હોય છે.
જે માત્ર ક્ષયોપશમથી બોલે છે અને અંતરમાં સ્વાનુભૂતિ નથી તેની વાણીનું વજન કયાં જાય છે? તેની પરિણતિ શું કામ કરે છે? અર્થાત્ તેના અંતરની કઈ જાતની દિશા છે? હૃદય કઈ જાતનું ભીંજાયેલું છે અને વાણી કઈ રીતે નીકળે છે તે, તેનામાં જો મુમુક્ષુતા હોય અને વિશેષ પરિચય કરે તો,
ઓળખી શકે છે. માત્ર ક્ષયોપશમ જ્ઞાનથી જે વાણી નીકળતી હોય તે જુદી જ રીતે નીકળે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com