________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦]
[ સ્વાનુભૂતિદર્શન છે. એક ગુરુદેવ બતાવે છે તે જ માર્ગ સાચો છે. કોઈ કહે કે અનેક પ્રકારના માર્ગ છે તેમાં આ માર્ગ કઈ રીતે સાચો છે? એ તો પોતે અંદરથી પુરુષાર્થ વડે નક્કી કરી શકે છે કે આ સાચું છે.
અંગત તો શું કહેવું? તેનો પુરુષાર્થ, તેનું મંથન, વારંવાર તેની લગની લાગે, કે એક જ-આ જ-પ્રાપ્ત કરવા જેવું છે. વારંવાર તે જાતનું ચિંતવન-મનન દિવસ અને રાત ચાલ્યા કરે, તેના વગર ચેન પડે નહિ, તેના વગર શાંતિ થાય નહિ. કેટલાય કલાકો સુધી બસ તેનું ધ્યાન, તેનું મનન-બધું તેનું તે ચાલતું હતું. તેમાં ગુરુદેવના પ્રતાપે (સમ્યકત્વ) પ્રગટ થઈ ગયું. ગુરુદેવનો કોઈ પ્રતાપ અને ઉપાદાન-નિમિત્તનો તેવો મેળ થઈ ગયો. તેમાં કોઈ જાતની ઉંમર કે બીજું કાંઈ લાગુ પડતું નથી. અંતરમાંથી ભેદજ્ઞાનથી ધારા અને પુરૂષાર્થ એવી રીતે પ્રગટ થયો.
રાત્રે જાગતાં-સૂતાં, સ્વપ્નમાં બસ એક જ વાત, તેની જ લગની હતી, બીજી કોઈ લગની ન હતી. થોડો ટાઇમ જાય તો એમ થાય કે હજી કેમ થતું નથી? હુજી શું પરિભ્રમણનું દુઃખ નથી લાગ્યું? આ શું નથી કરવું? એમ અંતરમાંથી એકદમ આત્માનો પોકાર આવતો હતો કે હજી કેમ તાલાવેલી નથી લાગતી? હજી શું પરિભ્રમણની રુચિ છે? હજી જન્મ-મરણની રુચિ છે? વિભાવની રુચિ છે? કેમ, કયાં અટકી રહ્યો છે-એમ અંતરમાંથી–પોતાના આત્મામાંથી જ આવતું હતું. તેને લઈને પુરુષાર્થ એકદમ તીવ્ર થઈ જતો હતો. ગુરુદેવનો પ્રતાપ અને ઉપાદાન ભેગું થઈ ગયું.
કામકાજ થાય, આ થાય, તે થાય પણ એક જ જાતની લગની હતી કે આત્મા જુદો છે, ગમે તે કામ કરતાં એમ થાય કે આ શરીર અને આ અંદર વિકલ્પ આવે, તેમાં આત્મા કયાં છે? તેનાથી તો આત્મા જુદો છે. આ બધામાં આત્મા જુદો કેવી રીતે છે? તેના જ વિચારો આવ્યા કરતા. ખાતા-ખાતાં એમ થાય કે આત્મા જુદો છે. દરેક ક્ષણે તે વિચારો ચાલ્યા કરતા હતા, આના આ વિચારો આવતા. કપડાં હાથમાં હોય અને વિચારો આવે, દરેક કાર્યોમાં વિચારો આવે કે આ જુદું-આ બધું જુદું, ને ચૈતન્ય જુદો. ક્ષણે-ક્ષણે આનું આ રટણ રહ્યા કરતું હતું. તેના જોરમાં ત્રણ ત્રણ કલાક એમ ને એમ ધ્યાનમાં બેસી રહેતી હતી. કેમ હજી પ્રાપ્ત થતું નથી ? એમ તેના ને તેના વિચારોમાં, તેની ને તેની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com