________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪]
[ સ્વાનુભૂતિદર્શન તો જેને એકલી ઉતાવળ કરવી છે કે મારે કરવું છે છતાં મને કેમ કાંઈ થતું નથી એમ ખોટી ઉતાવળથી કરવું હોય તો ખ્યાલમાં ન આવે.
જેને ખરી લાગી હોય કે મારે આત્માનું કરવું જ છે. હું કયાં જાઉં છું? કયાં રોકાઉં છું? તે ખરું પકડવું હોય તો પોતે પકડી શકે છે. પોતે એકાંતમાં જેટલીવાર બેઠો તો તે વખતે વિચારો કયા ચાલે છે, પરિણામ ક્યાં જાય છે, પોતે કેટલો ન્યારો રહે છે, જ્ઞાયકની કેટલી ધારા ચાલે છે, કેટલી દ્રવ્ય ઉપર દષ્ટિ છે, ને વિભાવોથી કેટલો છૂટો પડ્યો છે તે પોતે વિચારે તો ખબર પડે.
અમુક કલાક બેઠો એટલે કામ થઈ જાય એમ નથી. શરીર તો બેઠું રહે પણ તે વખતે પોતાને અંદર શું થાય છે તે જોવાનું રહે છે.
“અબ કર્યો ન વિચારતી હૈ મનસે, કછુ ઓર રહા ઉન સાધનસે.”
તે સાધનથી કાંઈક જુદું જ રહી જાય છે. અંતરની પરિણતિ અંદરથી કામ કરવી જોઈએ, છૂટી પડીને કામ કરવી જોઈએ. પણ પોતે એટલો ઊંડો ઊતરતો નથી, પોતાને ગ્રહણ કરતો નથી. પોતે પોતાને પ્રગટ કરવો છે તે જ્ઞાયકને ગ્રહણ કરે તો થાય ને! ભેદજ્ઞાનની ધારા ચાલે તો છૂટો પડે. ભેદજ્ઞાનની ધારા ચાલતી નથી તો કેવી રીતે છૂટો પડે? માત્ર વિકલ્પને શાંત કરવાથી કાંઈ છૂટો પડતો નથી. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ કર્યા કરે ને વિકલ્પ શાંત થાય એટલે શાંતિ-શાંતિ લાગે. પણ અંદર પરિણતિ પ્રગટ કરવાથી, અંદર નારાપણું આવે તો સાચી શાંતિ થાય છે. હું જ્ઞાયક છું, મારામાં કાંઈ નથી-મારામાં કાંઈ નથી એમ કર્યા કરે તો પણ કાંઈ ન થાય. યથાર્થપણે જ્ઞાયકને ગ્રહણ કરે તો થાય. અનાદિથી એકત્વબુદ્ધિ થઈ રહી છે. બહારથી પુરુષાર્થ ઘણા કરે છે, પણ કરવાનું અંદર છે, તેનું હૃદય અંદરથી ભીંજાવું જોઈએ અને તત્ત્વને ગ્રહણ કરવાની અંદરથી તાલાવેલી કોઈ જુદી લાગવી જોઇએ ! મુમુક્ષુ- અંદરથી તાલાવેલી તો ઘણી લાગે છે. બહેનશ્રી- ઘણું લાગે પણ ઘણું નથી. વિકલ્પમાં થાય છે પણ અંદરથી થવું જોઈએ, તે થતું નથી, તેમ થાય તેને આકુળતા ન હોય; ધીરજ હોય, શાંતિ હોય. શાયકને ગ્રહણ કરવો છે છતાં નથી થતું તે મારા પુરુષાર્થની ખામી છે, મારો દોષ છે, હું જ કયાંક રોકાઉં છું, એમ પોતાને લાગવું જોઈએ. બહારનું બધું કાંઈ છૂટી જતું નથી પણ મારે કાંઈ જોઈતું નથી, એવો અંદરથી જોરદાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com