________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૯૭ પ્રશ્ન- પર્યાય દેખાય છે, દ્રવ્ય કાંઈ દેખાતું નથી –શૂન્યતા જેવું લાગે છે! સમાઘાન - પોતે શાશ્વત દ્રવ્ય છે, તેમાં અનંત ગુણો છે. તેમાં જાણવાનો ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ-શાશ્વત રહે તેવો-ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, ચારિત્ર ગુણ છે, વેદકતા ગુણ છે, વગેરે અનંતા ગુણ છે જે શબ્દમાં ન આવે તેવા છે પણ પોતે જાણતો નથી એટલે શૂન્ય જેવું ભાસે છે. અંતરમાં જો દષ્ટિ કરે તો પોતે શૂન્ય નથી; ગુણોથી ભરેલો છે. અંદરમાં વિકલ્પ તોડીને જો લીનતા કરે તો તેમાં આનંદ ભરેલો છે, જ્ઞાન ભરેલું છે, તે દેખાય. ૧૩૭. પ્રશ્ન- સ્વભાવ સન્મુખ જોરદાર પરિણતિ ન થાય અને ભવ પૂરો થઈ જાય તો શું થાય ?
સમાધાનઃ- પોતાની ભાવના પોતે સાથે લઈને જાય છે. પોતાની અંતરની તૈયારી હોય અર્થાત્ માત્ર કલ્પના પૂરતી નહિ, પણ અંતરની ઊંડી ભાવના હોય તે સાથે આવે છે. ચૈતન્ય તરફની પરિણતિ જે જ્ઞાયકને પકડવા તરફ જતી હતી તે ઊંડી હોય, જિજ્ઞાસા તીવ્ર હોય તો બીજા ભવમાં તે સાથે આવે છે અને તેનો પુરુષાર્થ જાગે છે, માત્ર બોલવા પૂરતું કે ધારણા પૂરતું હોય તો તે છૂટી જાય છે. જે અંદરથી ઊંડાણપૂર્વકનું હોય તે તો સાથે આવે જ છે. ૧૩૮. પ્રશ્ન- અનુભૂતિનો માર્ગ એક જ છે? બીજો કોઈ સરળ માર્ગ નથી ? સમાધાનઃ- માર્ગ એક જ છે. જ્ઞાયકને ઓળખ, જ્ઞાયક તરફ જા, ભેદજ્ઞાન કર, દ્રવ્યદૃષ્ટિ કર. બસ! આ એક જ અનુભૂતિનો માર્ગ છે. ગુરુદેવે આ જ માર્ગ બતાવ્યો છે. જેવા અરિહંત ભગવાનનાં દ્રવ્ય-ગુણ-પર્યાય છે તેવા જ તારાં છે. તારે શક્તિરૂપે છે, ભગવાને તે વ્યક્ત કર્યા છે. તે સ્વભાવને ઓળખ. દ્રવ્ય તો અનાદિ-અનંત જેવું ભગવાનનું છે તેવું તારું છે, શુદ્ધતાથી ભરેલું છે પણ તને તેનું ભાન નથી. તું તેનું જ્ઞાન કર, તે તરફની પરિણતિ કર. વિચાર કર. ચિંતવન કર, તે તને સાધન થશે.
હું પરદ્રવ્યનું કરી શકું છું, પરપદાર્થ મારામાં કરી દે છે એવી તને પર સાથેની જે એકત્વબુદ્ધિ થઈ રહી છે, તેને તોડ. તું તો જ્ઞાયક છો, જ્ઞાતા છો. તારી દષ્ટિ ફેરવી નાખ, ચૈતન્ય તરફ લગાવી દે. તેના માટે વારંવાર ઊંડો અભ્યાસ કર. તે એક જ માર્ગ છે. ૧૩૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com