________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૯૫ જ્ઞાનીએ બતાવ્યો તે, ગમે તે કહે, મારે પ્રમાણ છે, પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે જ્ઞાનીને અર્પણતા કરવી ને વર્તન કરવું. આવી મુમુક્ષુની પરિણતિ હોય છે. ૧૩૩. પ્રશ્ન:- આ પ્રકારની પરિણતિ આવ્યા વગર કોઈને સમ્યફદર્શન થાય ખરું ? સમાધાન- જેને મોક્ષમાર્ગે જવું છે તેને અર્પણતાની પરિણતિ હોય છે, તેને સ્વચ્છંદ પરિણતિ હોતી નથી. બહારનાં કાર્યોમાં પરિણતિ પકડાય અથવા ન પકડાય; પણ પોતાની સ્વચ્છંદ પરિણતિ ન હોય. પોતાની ઇચ્છાએ વર્તવું એવું ન હોય.
જે મુનિરાજ હોય છે તેને પણ પોતાથી મોટા ગુરુ કે આચાર્ય હોય તે શું કહે છે, તેમાં અર્પણતા હોય છે. શ્રી કુંદકુંદાચાર્ય જેવા પણ કહે છે કે મને જે સ્વાનુભૂતિ થઈ છે તે સર્વજ્ઞદેવની પરંપરાથી જે મળ્યું છે, તેનાથી થઈ છેમુનિરાજના હૃદયમાં પણ દેવ-ગુરુ અને શાસ્ત્ર હોય છે. એવી પરિણતિ તેમની હોય છે, સ્વચ્છંદ પ્રવૃત્તિ હોતી નથી. ૧૩૪. પ્રશ્ન- હું જ્ઞાયક છું વગેરે બધા વિચાર પણ વિકલ્પ છે ને? સમાધાનઃ- બધા વિકલ્પ છે, હજી નિર્વિકલ્પ થયો નથી. પણ તે વિકલ્પની પાછળ પોતાની જે ભાવના છે અને પોતાની પરિણતિ જ્ઞાયક તરફ દોડે છે તે પોતાને લાભ આપે છે. વિકલ્પથી કાંઈ થતું નથી, પણ ચૈતન્ય તરફની જે પરિણતિ છે, પોતાની ભાવના છે, ચૈતન્ય તરફની પોતાની તીવ્ર જિજ્ઞાસા છે, તેનાથી લાભ થાય છે, વારંવાર જ્ઞાયક તરફ ગયા વગર ચેન ન પડે: ક્ષણે ક્ષણે તેની જ ભાવના થાય; જ્ઞાયકનું જ રટણ રહે ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં, સ્વપ્નમાંબધામાં જ્ઞાયકની લગની લાગે અર્થાત્ તે જાતની પરિણતિની દોડ થાય છે. તે લાભ આપે છે.
મુમુક્ષુ - આ તો વિકલ્પ છે ને?
બહેનશ્રી - વિકલ્પથી થતું નથી, પણ વિકલ્પ પાછળ પોતાની અંદરની જિજ્ઞાસા, જ્ઞાયક તરફ દોડતી પોતાની પરિણતિ લાભ આપે છે, યથાર્થ તો પછી થાય છે, પણ પહેલાં આવી ભાવના અને આવી જિજ્ઞાસા થાય છે. ઊંડી જિજ્ઞાસા ને જ્ઞાયક સ્વભાવને પકડવા તરફ પોતાની પરિણતિ જોરદાર થાય તે સ્વભાવ સન્મુખતા છે. ૧૩પ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com