________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[સ્વાનુભૂતિદર્શન આવતો નથી. તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. બધા ઉદય આવે, પણ આત્મા તો જુદો જ છે-આમ ગુરુદેવે કહ્યું તે વાકયો યાદ કરવાં.
સનતકુમાર ચક્રવર્તીને પણ રોગ થયો હતો. તેઓ મુનિ થયા ને અંદર આત્મામાં લીન રહેતા હતા. દેવોએ કહ્યું કે રોગ મટાડી દઉં? પોતાને લબ્ધિ હતી કે ઘૂંક ચોપડે તો રોગ મટે, તો પણ તેમ ન કર્યું. રોગ તો ગમે તેને આવે. ઉદય તો ઉદયનું કામ કરે, હું તો જ્ઞાયક જાણનારો જુદો છું.
મુમુક્ષુ- સત્સંગની ઇચ્છા રહે છે પણ બહાર જઈ શકાતું નથી, મૂંઝવણ થઈ જાય છે.
બહેનશ્રી:- ઘરમાં બેઠાં જે થાય તે કરવું. ઘરમાં બેઠાં બેઠાં પણ થઈ શકે છે. સત્ સંગ કરવાની-સાંભળવાની ઇચ્છા થાય, પણ તે ન બને તો ઘરમાં બેઠાં પણ થાય છે-ભાવ સારા રાખી શકાય છે. વાંચન આદિ જે થાય તે કરવું. શરીર કામ ન કરે ત્યાં શું સુધી થાય? ઘરમાં બેઠાં કરવું. દેવ-શાસ્ત્ર-ગુરુના સાન્નિધ્યમાં આવવાની ઇચ્છા થાય, પણ ન જવાય ત્યાં શું થાય ! અંદર આત્મામાં સારા વિચારો કરવા, મૂંઝાઈ જવાય તો વારંવાર વિચારો ફેરવવા, અને શાંતિ રાખવી. પ૭. પ્રશ્ન- પોતાને અનુભવ થયો નથી, તો આ મંદ કષાય છે આત્મશાંતિ નથી એવો ભેદ પાડી શકે ? સમાધાન:- ભેદ પાડી શકે. જે સાચો આત્માર્થી હોય, જેને આત્મા ગ્રહણ કરવો છે તે ભેદ પકડી શકે છે. જો ભેદ ન પકડી શકે તો તેની દષ્ટિ બરાબર નથી. જે ભેદ પકડી શકતો નથી તે ખોટામાં કલ્પના કરે છે-મંદ કષાયમાં સંતોષ માને છે. પણ જેને ખરી લાગી હોય તેને મંદ કષાયમાં સંતોષ આવે નહિ. જ્યાં સુધી અંતરમાંથી શાંતિ ન આવે, અંદરમાંથી છૂટો પડેલો ભાસે નહિ અને અંતરમાંથી આકુળતા તૂટે નહિ ત્યાં સુધી સાચી શાંતિ આવતી નથી, છતાં જો મંદ કષાયમાં શાંતિ માની લે તો તેને યથાર્થ જિજ્ઞાસા જ નથી. જેને સાચી જિજ્ઞાસા હોય તે ક્યાંય ભૂલ ખાતો નથી અને અટકતો નથી. તેને મંદ કષાયમાં સંતોષ આવતો જ નથી. મને હજી કાંઈ થયું જ નથી તેમ તેને લાગે. અંદરમાંથી જુદી દશા ભાણવી જોઈએ તે ભાસી નથી-જુદી દશા આવી નથી–તેને સંતોષ આવે જ નહિ. જો સંતોષ આવી જાય અને થોડામાં ઘણું માની લે તો તેને પુરુષાર્થની મર્યાદા આવી જાય છે. સાચા આત્માર્થીને પુરુષાર્થની મર્યાદા આવે જ નહિ. તેને એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com