________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૮૦ ]
[ સ્વાનુભૂતિદર્શન વગરનું ધ્રુવ નથી. એકલું ધ્રુવ હોઈ શકે જ નહિ, ઉત્પાદ-વ્યયની અપેક્ષાવાળું ધ્રુવ છે. કોઈ અપેક્ષાએ અંશો જુદા છે પણ એકબીજાની અપેક્ષા રાખે છે. ૧૦૨. પ્રશ્ન:- પહેલાં નિરપેક્ષથી જાણવું જોઈએ અને પછી સાપેક્ષતા લગાડવી જોઈએ એટલે કે ધ્રુવ ધ્રુવથી છે, પર્યાય પર્યાયથી છે. ધ્રુવ પર્યાયથી નથી ને પર્યાય ધ્રુવથી નથી. એમ પહેલાં નિરપેક્ષતા સિદ્ધ કરીને પછી સાપેક્ષતા લગાડવી કે પર્યાય દ્રવ્યની છે. તો એમ સમજવામાં શું દોષ આવે ?
સમાધાનઃ- જે નિરપેક્ષપણું યથાર્થ સમજે તેને સાપેક્ષપણું યથાર્થ સાથે આવે છે. સમજવા માટે પહેલું-પછી આવે, પણ યથાર્થ પ્રગટે તેમાં બંને સાથે આવે છે. જે યથાર્થ નિરપેક્ષપણું સમજે તેની સાથે સાપેક્ષપણું હોય જ છે. એકલું નિરપેક્ષ પહેલાં સમજાવીને પછી સાપેક્ષ સમજાવે તે તો વ્યવહારની એક રીત છે. અનાદિકાળથી તેં સ્વરૂપ તરફ દષ્ટિ કરી નથી, માટે દ્રવ્યદષ્ટિ કર, પહેલાં નિરપેક્ષ દ્રવ્યને ઓળખ. નિરપેક્ષ દ્રવ્યને ઓળખવાની સાથે સાપેક્ષ શું છે તે તેમાં આવી જ જાય છે. એકલું નિરપેક્ષ આવે તો નિરપેક્ષ યથાર્થ નથી, સમજવામાં બંને સાથે છે, એટલું નિરપેક્ષ એકાંત થઈ જાય છે. ૧૦૩.
પ્રશ્ન:- જીવને રાગના પરિણામનો પરિચય છે અને જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે, તો આ સ્થિતિમાં આગળ કઈ રીતે વધવું તે અંગે માર્ગદર્શન આપવા કૃપા કરશોજી.
સમાધાનઃ- રાગનો પરિચય અનાદિથી છે ને જ્ઞાનનો પરિચય નથી, તો જ્ઞાનસ્વરૂપ આત્માનો પરિચય વધારે કરવો. જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે કારણ કે તેની દષ્ટિ બહાર છે; પણ જે જણાય છે તે જ્ઞાન જ છે. માટે જ્ઞાનને વિભાવથી છૂટું જાણીને એકલા જ્ઞાનને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, તેનો પરિચય કરવો, તેનો વારંવાર અભ્યાસ કરવો, તેનો પરિચય વધારે કરવાથી, તેની સમીપ જઈને ઓળખવાથી-તે પ્રગટ થાય છે. ભલે જ્ઞાન આછું દેખાય, પણ તે ચૈતન્યનું લક્ષણ છે, માટે લક્ષણથી લક્ષને ઓળખ. ૫૨ તરફ તેની દૃષ્ટિ જાય છે તેથી જાણે જ્ઞેયથી જ્ઞાન હોય તેવી ભ્રમણા થઈ ગઈ છે. તે ભ્રમણાને મૂકીને જે એકલું જ્ઞાન છે તે જ્ઞાનને ગ્રહણ કરવાનો વારંવાર પ્રયત્ન કરવો. જ્ઞાન ભલે આછું જણાય, પણ તે જ્ઞાન જ છે એવી રીતે જ્ઞાનને ગ્રહણ કરવાનો વારંવાર પ્રયત્ન કરવો, તેનો પરિચય કરવો, તેનો અભ્યાસ કરવો. રાગનો પરિચય છે તેને છોડીને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com