________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૮૫ અંતરમાં યથાર્થ શ્રદ્ધા થઈ એમ કયારે કહેવાય? કે જ્યારે ન્યારી પરિણતિ થાય ત્યારે યથાર્થ શ્રદ્ધા થઈ એમ કહેવાય અને તો શ્રદ્ધાનો પ્રયોગ કર્યો એમ કહેવાય. જે યથાર્થ પ્રતીતિ હોય તેની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પણ હોય છે, પરંતુ તે ચારિત્રમાં ગણાતું નથી. વિશેષ લીનતા થાય તેને ચારિત્ર કહેવાય છે. માટે આ શ્રદ્ધાનો જ પ્રયોગ છે. અંદર યથાર્થ પરિણતિ પ્રગટ કરવી તે શ્રદ્ધાનો પ્રયોગ છે. શ્રદ્ધા એટલે આત્માનું જેવું સ્વરૂપ છે તેવી યથાર્થ પ્રતીતિની પરિણતિ,-શાયકની જ્ઞાયકરૂપે પરિણતિ પ્રગટ થાય તે શ્રદ્ધાની (પ્રતીતિની) પરિણતિ છે. તે પ્રતીતિ સાથે અમુક જાતની લીનતા આવે છે પણ તેને ચારિત્રની કોટીમાં ગણવામાં આવતી નથી. ૧૧૧. પ્રશ્ન- જ્ઞાનીને ઉદયભાવ જુદો દેખાય ? સમાધાનઃ- જ્ઞાનીને જુદો જ દેખાય છે, જુદું જ વેદન છે. આ ક્રોધ જુદો અને જ્ઞાન જુદું એમ જ્ઞાયકની ધારા અને ઉદયધારા બંને જુદી વેદનમાં આવે છે. ઉદયધારામાં પોતે અલ્પ જોડાય છે, પણ વેદનમાં બંનેની જુદી ધારા જ્ઞાનમાં જણાય છે. અંશે જ્ઞાયકધારા-અંશે શાંતિધારા અને ઉદયધારા બંને વેદનમાં છે. હું ચૈતન્ય અખંડ શાશ્વત છું, આ ક્રોધ મારો સ્વભાવ નથી એ રીતે ચૈતન્યને દ્રવ્યદૃષ્ટિથી જુદો પાડ્યો છે તો દષ્ટિ ચૈતન્ય ઉપર છે અને પર્યાયમાં અંશે શાંતિની ધારા અને ઉદયધારા-બેય ધારા જુદી વર્તે છે. સહજ જુદો વર્તે છે. તેને કાંઈ યાદ કરવું પડતું નથી. ૧૧ર. પ્રશ્ન:- રુચિ પોતે કરી છતાં પરિણતિ પલટાતી કેમ નથી ? સમાધાન - ચિની મંદતા પોતાની છે. ઉગ્ર રુચિ થાય તો પરિણતિ પલટાયા વગર રહે જ નહિ. એવી રુચિ થાય છે કે બહારમાં કયાંય તેને ચેન પડે નહિ. એવી રુચિ અંદર ઉગ્ર થાય તો પોતે પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. ૧૧૩. પ્રશ્ન- ઉગ્ર સચિના પુરુષાર્થનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- જીવ અનાદિનો અભ્યાસ છે ત્યાં દોડ્યો જાય છે, એટલે વિભાવ સહજ થઈ ગયો છે અને અહીં અંદરમાં દિશા પલટવી છે તે છૂટી જાય છે, કેમકે એટલી સચિની મંદતા છે, પુરુષાર્થની મંદતા છે. અંદર એટલી લગની લાગી હોય કે બસ, હવે આ ચૈતન્ય...ચૈતન્ય..ચૈતન્ય...વગરની પરિણતિ મારે જોઈતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com