________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪]
[સ્વાનુભૂતિદર્શન ભ્રમણાથી વિભાવ પરિણતિ કરી રહ્યો છે તેને છોડ, તો તું છૂટો જ છો. તારી એકત્વબુદ્ધિને તું છોડી દે, તો તું છૂટો જ છો.
તે દષ્ટિ ફેરવી શકતો નથી. એમાં બહારથી કાંઈ કરવાનું નથી, બીજી કોઈ જાતની મહેનત કરવાની નથી, છતાં પણ આ સ્થૂલતામાંથી અંદર સૂક્ષ્મ ઉપયોગ કરીને દષ્ટિ ફેરવતાં તેને ઘણી મુશ્કેલી પડી જાય છે. સ્થૂલબુદ્ધિથી આ વિકલ્પશરીરાદિ બધું તેને ગ્રહણ થાય છે, પણ તેમાંથી સૂક્ષ્મદ્રષ્ટિ કરીને દિશા ફેરવતાં તેને મુશ્કેલી પડી જાય છે. તે બહારનું બધું સ્થૂલ ભૂલ કરવા જાય છે અર્થાત્ ઉપવાસ કરવા હોય તો કરી દે, બહારથી મહેનત કરવાની હોય તે પણ કરી દે.
જ્યારે આમાં બીજું કાંઈ કરવાનું નથી, માત્ર દષ્ટિ ફેરવીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. છતાં સૂક્ષ્મ ઉપયોગ કરીને-સૂક્ષ્મ પરિણતિ કરીને-અંદર જવું તેને મુશ્કેલ પડે છે. અનંતકાળ ચાલ્યો ગયો પણ દિશા ફેરવતો નથી.
મુમુક્ષુ – એક દષ્ટિ ફેરવવામાં અનંત અનંત ભવ પરાવર્તન થઈ ગયા?
બહેનશ્રી - અનંત પરાવર્તન કર્યા તો પણ દષ્ટિ ફેરવતાં ન આવડી. શુભભાવની રુચિમાં કયાંક કે કયાંક અટવાઈ જાય છે. શુભથી લાભ થાય એમ ઊંડી ઊંડી સચિના રસને લઈને કોઈ ક્રિયાના વિકલ્પના રસમાં રોકાઈ જાય છે. પ્રવૃત્તિ વગર કેમ રહેવાય? એમ ક્યાંક ને કયાંક રુચિમાં અટકી જાય છે, પણ અંતરમાં દષ્ટિ ફેરવતો નથી. ૧૧). પ્રશ્ન:- આપે ફરમાવેલ છે કે પૂ. ગુરુદેવનાં વચનામૃતોનો અંદરમાં પ્રયોગ કરવો, તો પ્રયોગનો અર્થ શું? તે કેવી રીતે થાય ? સમાધાનઃ- ગુરુદેવે જે વચનો કહ્યાં, ગુરુદેવે જે ઉપદેશ આપ્યો-તેનો તું અંદરમાં પ્રયોગ કરી અંદર ઉતાર. ગુરુદેવ જે ઉપદેશ આપી માર્ગ બતાવે છે, ગુરુદેવે જે આજ્ઞા કરી છે, તેનો તું અંદર પ્રયોગ કરીને તું તારા પુરુષાર્થમાં ઉતારી દે, તો તને પરિણતિ પ્રગટ થશે. ગુરુદેવ જે કહે છે તે માત્ર સાંભળી લેવું એમ નહિ, પણ અંતરમાં પ્રયોગ કર. ગુરુદેવે એમ કહ્યું છે કે તું છૂટો શુદ્ધાત્મા છો, શુભાશુભ ભાવથી ન્યારો અંદર ચૈતન્ય છે.-એમ જે બતાવ્યું છે તે પ્રમાણે પ્રયોગ કર, પુરુષાર્થ કર. તેને તું તારી પરિણતિમાં ઉતાર.
મુમુક્ષુ- આ શ્રદ્ધાનો પ્રયોગ કહેવાય કે ચારિત્રનો? બહેનશ્રી - આ શ્રદ્ધાનો પ્રયોગ છે, હજી તેણે વિકલ્પથી શ્રદ્ધા કરી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com