________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૯૧ દ્રવ્ય જ દેખવામાં આવે છે. એકલા દ્રવ્યનું જ જોર રહે છે. માટે પર્યાયનો ભાવ ભિન્ન છે ને તેથી તેનાં ક્ષેત્ર પણ ભિન્ન છે એમ દ્રવ્યદષ્ટિ કહી દે છે. દ્રવ્યદષ્ટિમાં પર્યાયનો ભાવ ભિન્ન છે અને પ્રદેશ પણ ભિન્ન છે.
પણ જ્ઞાનમાં એમ જણાય છે કે જે આ દ્રવ્ય છે તેમાંથી આ પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાય ક્ષણ પૂરતી છે અને હું ત્રિકાળ છું. આમ દ્રવ્યને અને પર્યાયબંનેને જાણનારું જ્ઞાન અપેક્ષાથી સમજે છે. દ્રવ્યદષ્ટિની મુખ્યતામાં પર્યાય ગૌણ થાય છે. તેથી ભાવભિન્નતા ભાસે ત્યારે સાથે ક્ષેત્રભિન્નતા છે, એમ દષ્ટિના જોરમાં આવે છે. આ પર્યાય ક્ષણ પૂરતી છે એટલા પૂરતો હું નથી, હું તો ત્રિકાળ શાશ્વત છું. હું તો અનાદિ-અનંત છું. આ રીતે દષ્ટિ તો એકલા ધ્રુવ અસ્તિત્વ ઉપર જ છે, (પરિણમન કે કોઈ ભેદ ઉપર હોતી નથી.) માટે બધું જુદું કરી નાખે છે. દ્રવ્યદષ્ટિની મુખ્યતામાં અને તેના બળમાં આમ આવે છે, પણ જ્ઞાન તો સાથે ઊભું છે. તે બંનેનો વિવેક કરે છે.
પર્યાય જો અધ્ધર લટકતી હોય તો આત્માને વેદન કેમ થાય છે? આત્મામાં શુદ્ધ પર્યાય-અનુભૂતિનું વદન થાય છે. માટે પર્યાય અધ્ધર નથી લટકતી. આત્માના સ્વભાવમાં પરિણમન થાય છે. અનુભૂતિમાં અનંતગુણપર્યાય પરિણમે તેનું વેદન આત્માને થાય છે. જો પર્યાયનું ક્ષેત્ર એકદમ ભિન્ન હોય તો આત્માને વેદન કેમ થાય? જ્ઞાન બંનેનો વિવેક કરે છે, પણ દ્રવ્યદૃષ્ટિ એટલી બળવાન છે કે તેની મુખ્યતાનું જોર ભાવથી, ક્ષેત્રથી–બધી પ્રકારે જુદું પાડી દે છે. સાધકદશામાં દ્રવ્યદષ્ટિ મુખ્ય રહે છે અને તેમાં એમ આવે છે કે હું તો શાશ્વત આત્મા શું, બીજું કાંઈ નથી. ૧૨૬. પ્રશ્ન- ઉપયોગ અંદર વાળવા જઈએ તો વળતો નથી ને ઇન્દ્રિય મન બાજુ ખેંચાઈ જાય છે. તો, બહારની બાજુનો રસ તોડવો અને અંદરનો રસ ઉત્પન્ન કરવો-એમ બે કામ કરવાનાં છે ? સમાઘાન- અંતરનો રસ લાગે તેને બહારનો રસ સહેજે છૂટી જાય, તેને બે પ્રયત્ન કરવા પડતા નથી. એક તરફનું ખેંચાણ થાય ત્યાં બીજા તરફનો રસ સહેજે છૂટી જાય છે. જીવને પોતાના આત્મા તરફનો રસ જાગે, ત્યાં વિભાવ તરફનો રસ સહેજે છૂટી જાય છે. પોતા તરફની રમણતા વધે,-ચૈતન્યમાં લીનતા વધે ત્યાં બહારનો રસ સહેજે તૂટી જ જાય છે. જેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com