________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૮૯ સાથે જ હોય છે. દૃષ્ટિ સમ્યક્ થાય તેની સાથે જ્ઞાન પણ સમ્યક્ થાય છે. શરૂઆતમાં જે વિચારો આવે તે માર્ગને નિર્મળ (ચોખ્ખો ) કરે છે. વસ્તુ શું છે? દ્રવ્ય શું છે? ગુણ શું છે? વિભાવ શું છે? સ્વભાવ શું છે? વગેરે બધું વિચાર દ્વારા નક્કી થાય છે ને દષ્ટિ એક ચૈતન્યતત્ત્વનું આલંબન કરે છે. સાધનામાં દૃષ્ટિ મુખ્ય છે, પણ જ્ઞાન સાથે હોય છે, બંને સાથે છે. શરૂઆતમાં બધો નિર્ણય વિચાર દ્વારા જ થાય છે, પછી તેની દષ્ટિ સમ્યક થાય છે.
વ્યવહાર અપેક્ષાએ પહેલાં જ્ઞાન આવે પછી ષ્ટિ આવે. છતાં યથાર્થ વસ્તુસ્થિતિએ દષ્ટિ મુખ્ય છે. નિશ્ચયની અપેક્ષાએ સાધનામાં દષ્ટિ મુખ્ય છે, પણ નિર્ણય કરવામાં વિચાર સાથે હોય છે. માટે બંને અપેક્ષાઓ સમજવી. ૧૨૧. પ્રશ્ન:- દષ્ટિ ને જ્ઞાન બંને સાથે સાથે છે તો અનુભવ વખતે કઈ રીતે સાથે હોય છે?
સમાધાનઃ- દૃષ્ટિ અને જ્ઞાન બંને સાથે હોય છે. અનુભવના કાળે જ્ઞાનમાં જે રાગમિશ્રિત વિચારો ચાલતા હોય તે છૂટી જાય છે. નિર્વિકલ્પ દૃષ્ટિ અભેદ ઉ૫૨ છે, ને રાગમિશ્રિત વિચારો જ્ઞાનમાંથી છૂટી જતાં જ્ઞાન પણ પોતે આત્મા સાથે એકાકારરૂપે થઈ જાય છે. આ રીતે બંને સાથે હોય છે. ૧૨૨.
પ્રશ્નઃ- સ્વભાવનું ગ્રહણ થતું નથી એટલે દુઃખ થાય છે-આકુળતા થાય છે, તો શું કરવું ?
સમાધાનઃ- દુ:ખ થાય તે ભાવનારૂપે હોવું જોઈએ, આકુળતારૂપે નહિ. કયાંય ગમે નહિ, શુભાશુભમાં કયાંય ચેન પડે નહિ, તો અંદર પોતાને ગ્રહણ કરે. પણ ગભરામણ થઈ જાય એમ નહિ. ભાવના એમ હોય કે કયાંય ચેન નથી પડતું, સ્વભાવને ગ્રહણ કરી લઉં. દુઃખની પાછળ એમ આવવું જોઈએ કે સ્વભાવ ગ્રહણ કરું...સ્વભાવ ગ્રહણ કરું. દુ:ખ દુઃખરૂપ રહી જાય તો કારણ ન બને. દુઃખમાંથી સ્વભાવ ગ્રહણ કરવા તરફ પરિણિત જાય તો કારણ બને. પ્રયત્ન કરવો, આકુળતા થવા ન દેવી. જ્ઞાન-આનંદસ્વરૂપ આત્મા છે તેની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું ને તેમાં લીનતા કરવી. ખરું આ કરવાનું છે. ૧૨૩.
પ્રશ્ન:- ગજસુકુમાર મુનિરાજકે સિર પર સગડી જલ રહી થી ઉસ સમય મુનિરાજકા ઉપયોગ આત્મામે થા?
સમાધાનઃ- મુનિરાજકા ઉપયોગ ભગવાન આત્મામેં થા. સગડી જલ રહી થી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com