________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૮૭ સમાઘાન - છૂટા પડવાનો પ્રયત્ન કરવો. બધાને એક જ કરવાનું છે-ન્યારા થવાનો પ્રયત્ન કરવો. ન્યારાની રૂચિ હોય તો ન્યારા થવાનો પ્રયત્ન કરવો.
ન્યારો જે આત્મા છે તેમાં જ્ઞાન આનંદ છે. પર સાથે એકતાબુદ્ધિ હોય તો ન્યારા થવાની રુચિ કરવી, ન્યારા થવાનો પ્રયત્ન કરવો. આ એક જ કરવાનું છે. પોતે જ એકત્વબુદ્ધિ કરી રહ્યો છે ને ન્યારો પણ પોતે જ થઈ શકે છે. જન્મ-મરણ કરનારો પોતે જ છે, ને મોક્ષ જનારો પણ પોતે જ છે. પોતે સ્વતંત્ર છે. અનાદિના બહારના અભ્યાસમાં પોતે કયાંક ને કયાંક રોકાઈ ગયો છે, જો ચૈતન્યનો ગાઢ અભ્યાસ કરે તો છૂટા પડ્યા વગર રહેતો નથી.
પરનું કર્તૃત્વ સહજ થઈ ગયું છે અને પોતે આત્મા હોવા છતાં પોતાનું કાર્ય કરવું દુષ્કર થઈ ગયું છે, તે બીજું કોણ કરે? પોતે સહજ કરવાનો પ્રયત્ન કરે તો થાય. ૧૧૭. પ્રશ્ન- રુચિ કરવામાં કોઈ મદદ ન કરી શકે ? સમાધાન - રૂચિ તો પોતાને જ કરવાની રહે છે. રુચિ કરવી પોતાના હાથની વાત છે. રૂચિ કોઈ કરાવી દેતું નથી. ગુરુદેવ માર્ગ બતાવે કે ચૈતન્ય આ છે, સુખ આત્મામાં છે, બહાર નથી. ગુરુદેવ કહે છે કે અમે તને બતાવીએ છીએ કે આત્મા અનુપમ છે. તેની રૂચિ તું કર. આ દુઃખ છે, આ સુખ છે. જો તારે સુખ જોઈતું હોય તો આત્માની રુચિ કર અને તારે પરિભ્રમણ કરવું હોય ને રુચિ ન કરવી હોય તો તે પણ તારા હાથની વાત છે. તારે જો આત્મામાંથી સુખ પ્રગટ કરવું હોય તો તેની રુચિ કર. સમજણપૂર્વક તે માર્ગે રુચિ કરીને જા, તો તને માર્ગ સુગમ-સરળ થશે. રૂચિ સાથે સમજણ ભેગી આવે છે. સમજણપૂર્વક રુચિ કર. ૧૧૮. પ્રશ્ન:- જો સ્વભાવની મહિમા આવે તો અનુભવ થાય. પણ અમ જેવા અજ્ઞાનીએ સ્વભાવ તો જોયો નથી, માટે આત્માનું માહાસ્ય કેવી રીતે આવે તે વિસ્તારથી સમજાવશોજી. સમાધાન- સ્વભાવ જોયો નથી પણ વિચારથી નક્કી કરી શકે છે. આત્મા તરફ રુચિ રહે, બહારમાં કયાંય રુચિ કે શાંતિ લાગે નહીં-આકુળતા લાગે; દરેક વિચારમાં પણ ઊંડો ઊતરીને જોવે તો તે આકુળતાસ્વરૂપ લાગે તેથી આનંદસ્વરૂપ શું છે? આ બધું આકુળતાસ્વરૂપ છે તો આનંદ કયા તત્ત્વમાં છે?—એમ આનંદની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com