________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૮૬ ]
[ સ્વાનુભૂતિદર્શન
જ નથી. ચૈતન્યનું અસ્તિત્વ જ મારે જોઈએ છે, આ વિભાવરૂપ અસ્તિત્વ મારે નથી જોઈતું. એટલી અંદરથી લગની, મહિમા, રુચિ થાય, ઉગ્રતા થાય તો પુરુષાર્થ ટકે છે. નહિ તો પુરુષાર્થ વારેવારે છૂટી જાય છે ને માત્ર વિકલ્પથી રહે પણ અંદરથી ખરેખરું લાગે તો પુરુષાર્થ ટકે, અને તો તેના નિર્ણયનું કાર્ય આવે પ્રતીતિરૂપે કાર્ય આવે. તેના નિર્ણયમાં એમ આવે કે–આ જ્ઞાયક હું છું ને આ વિભાવ મારાથી જુદો છે, પણ જુદું જુદારૂપે કાર્ય કરે તો પ્રતીતિએ કાર્ય કર્યું કહેવાય. વિભાવનું જુદારૂપે કાર્ય નથી આવતું ત્યાં સુધી યથાર્થ પ્રતીતિ નથી અને નિર્ણય એમ ને એમ બુદ્ધિપૂર્વક રહી જાય છે. ૧૧૪.
પ્રશ્ન:- અનુભવ પહેલાં શું આવવું જોઈએ ?
સમાધાનઃ- ભેદજ્ઞાનની ધારાનું કાર્ય આવવું જોઈએ. નિર્વિકલ્પદશાનું જે કારણ છે તે કારણ તેને યથાર્થ થવું જોઈએ. ત્યાર પહેલાં તે અભ્યાસ કર્યા કરે અને છૂટી જાય તો પાછો અભ્યાસ કરે. ૧૧૫.
પ્રશ્ન:- મારી ઉંમર પૂરી થવા આવી છે, તો ટૂંકમાં મારે આત્માનો અનુભવ કરવા શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો.
સમાધાનઃ- બધાને એક જ કરવાનું છે. આચાર્યદેવ કહે છે કે આબાળગોપાળ બધાને એક જ્ઞાયક આત્મા ઓળખવાનો છે તે એક જ કરવાનું છે. ઘણાં વર્ષો સાંભળ્યું છે, હવે બસ, એક જ્ઞાયક આત્માને ઓળખવો એ જ કરવાનું છે. જ્ઞાયક જુદો છે અને શરીર જુદું છે. વિભાવભાવ પોતાનો નથી; તેનાથી પોતે જુદો છે. આત્મા શાશ્વત છે, ઉંમર અને રોગાદિ બધું શરીરને લાગુ પડે છે. આત્માને કાંઈ લાગુ પડતું નથી-એમ આત્માને ઓળખવો કે આત્મા જ્ઞાયક છે. દેવ-ગુરુશાસ્ત્રની મહિમાપૂર્વક અંતરમાં શુદ્ધાત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. બધાંને આ એક જ કરવાનું છે. હું જ્ઞાયકદેવ ભગવાન આત્મા છું, મારા આત્મામાં બધુંસર્વસ્વ છે. હું અદ્ભુત, અનુપમ, આનંદથી ને જ્ઞાનથી ભરેલો છું, અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય છું. એક અદ્દભુત તત્ત્વ હું છું. શરીરની ગમે તે અવસ્થાઓ થાય, તે હું નથી. હું તેનાથી જુદો અદ્દભુત શાશ્વત ચૈતન્ય છું.-આ રીતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. ૧૧૬.
પ્રશ્ન:- આપને તો નાળિયેરના ગોળાની જેમ ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો છે અને અમને તો એકત્વબુદ્ધિ થઈ રહી છે તેનું શું કરવું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com