________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૭૯ પ્રશ્ન- વચનામૃત બોલ-૪૦૧માં વિભાવભાવમાં પરદેશપણાની અનુભૂતિ વ્યક્ત કરી છે. અનંત ગુણ પરિવાર અમારો સ્વદેશ છે તે તરફ જઈ રહ્યા છીએ. આમ એક જ દ્રવ્યમાં એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ-ક્રિયા ને બધા જુદા જુદા વિભાગ હોય એવો અનુભવ કઈ રીતે થઈ શકે? સમાઘાન- આ ભાવનાની વાત છે કે વિભાવ અમારો દેશ નથી. દ્રવ્ય ઉપર દષ્ટિ છે તેથી ચૈતન્ય દેશ અમારો છે. પણ હજી અધૂરી પર્યાય હોવાથી વિભાવ છે, છતાં તે વિભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે કયાં આવી ચડયા? ચૈતન્ય તે અમારો સ્વદેશ છે. આ તો બધો પરદેશ છે. અહીં વિભાવમાં....અમારું કોઈ નથી. અમારા સ્વદેશમાં બધા ગુણો છે તે અમારા છે. આમ દષ્ટિ ભલે અખંડ ઉપર છે તો પણ, તેને ચારિત્રની પર્યાયમાં આગળ વધવા માટે અનેક જાતની ભાવના આવે છે. આ વિભાવ તો બધો પરદેશ છે, અમારો સ્વદેશ તો અમારા ગુણો છે. સ્વદેશ તરફ અમારા પુરુષાર્થની ગતિ છે, વિભાવ તરફ અમારે જવું નથી. દષ્ટિ અપેક્ષાએ ભલે સ્વદેશને પૂર્ણ ગ્રહણ કર્યું, પણ પરિણતિ અમુક પ્રકારે સ્વ તરફ ગઈ છે, તેથી વિશેષ-વિશેષપણે અમે સ્વદેશમાં જઈએ, અમારા પુરુષાર્થની ગતિ સ્વદેશમાં જાય; આ વિભાવ અમારો દેશ નથી, એમ ભાવનામાં આવે છે. સાધકને બધી જાતની ભાવના આવે છે. વિભાવ તરફ દષ્ટિ મૂકતાં ત્યાં અમારું કોઈ દેખાતું નથી, ચૈતન્યના સ્વદેશમાં જઈએ ત્યાં બધા અમારા છે, આ બધા વિભાવ-પરભાવો છે એમ ભાવનામાં આવે છે. ૧OO. પ્રશ્ન- પર્યાયમાં દ્રવ્ય નથી અને દ્રવ્યમાં પર્યાય નથી. તો પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કઈ રીતે કરી શકે ? સમાધાનઃ- દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી, તે દષ્ટિ અપેક્ષાએ છે, કેમકે દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકવાથી, દૃષ્ટિના વિષયમાં એક દ્રવ્ય આવે છે. પણ સર્વ અપેક્ષાએ દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી એમ નથી. પર્યાયને દ્રવ્યનો આશ્રય છે અને દ્રવ્ય પર્યાયરૂપે પરિણમે છે એમ બીજી એક અપેક્ષા છે. સર્વ અપેક્ષાએ પર્યાય ત જુદી હોય તો પર્યાય પોતે જ દ્રવ્ય થઈ જાય. માટે સર્વ અપેક્ષાએ એમ નથી. ૧૦૧. પ્રશ્ન:- અહીંયા દ્રવ્ય એટલે ધ્રુવભાવ ને પર્યાયભાવ એમ બે ભાવ લઈએ તો ? સમાઘાન- ધ્રુવ એકલું નથી, ધ્રુવને ઉત્પાવ્યયની અપેક્ષા છે. ઉત્પાવ્યય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com