________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૬૩ સમાધાન:- નિર્વિકલ્પદશા માટે ઉગ્ર પુરુષાર્થની જ જરૂર છે. એક જ માર્ગ છે–તું સ્વભાવ તરફ જા. વારંવાર ભેદજ્ઞાન કરવાથી સહજદશા થાય છે ત્યારે વિકલ્પ તૂટીને ઉપયોગ અંતરમાં જામી જાય છે. તે એવો જામે છે કે બહારનું બધું જ ભૂલી જાય છે. આ શરીર છે કે નહિ, વિકલ્પ છે કે નહિ તે કાંઈ રહેતું નથી. તે તો જુદી જ દુનિયામાં પ્રવેશી ગયો, આત્માની કોઈ જુદી જ દુનિયામાં આવી ગયો. તેવી દશાને અનુભૂતિ કહેવાય છે. આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે, કોઈની સાથે તેની તુલના ન થાય. આવો જે મૂળ ટકતો ભાવ છે તેમાંથી પ્રગટ થતા આનંદ, જ્ઞાન આદિ સહજ ભાવોનો અનુભવ કોઈ જુદો જ થાય છે. અનુભવ થતાં આવું કોઈ દિવસ નહોતું થયું એવું તેને લાગે છે. અપૂર્વતા એવી લાગે કે અહો ! આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે. અનુભૂતિ અંતરમાં પ્રગટે ત્યારે આત્મામાં શ્રદ્ધાનું બળ કોઈ જુદું જ આવી જાય છે. આખી દિશા જ બદલી જાય છે. ૬૯. પ્રશ્ન:- આત્માની શોધમાં ઘણા જપ-તપ-ધ્યાન-વાંચન કર્યા, પણ સમયસાર વાંચીને તો એમ થયું કે આ માર્ગ જુદો છે? સમાધાનઃ- કુંદકુંદાચાર્યદવ જાગ્યા અને આ સમયસારની રચના કરી. તેમનું આ એક સમયસાર બસ છે. તેમાં એક આત્મા-આત્માની જ વાત આવે છે. ગુરુદેવે તેના ભાવો સ્પષ્ટ કરીને મુક્તિના માર્ગને થંભાવી રાખ્યો. આ પંચમકાળના જીવો સમજે નહિ અને બીજા ધર્મમાં ખેંચાઈ જાય છે. પણ જૈનમાં બધું છે, જૈનમાં આખી યથાર્થ સ્વાનુભૂતિ ભરેલી છે.
કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં કહ્યું કે બદ્ધસ્કૃષ્ટ ભાવો ઉપર તરે છે, તારી અંદર પ્રવેશ કરતા નથી. એક શાશ્વત આત્મા છે એ જ ભૂતાર્થ છે. સમયસારમાં સ્વાનુભૂતિની કેટલી મહિમા આવે છે! પણ તેનો મર્મ ગુરુદેવે બહાર કાઢયો. સમયસારની અંદર હીરા પડ્યા છે, પણ તે હીરાને ઓળખાવનાર ગુરુદેવ હતા.
આત્મામાં અનંત ભાવ ભર્યા છે, તેની ચર્ચા કરતાં પાર ન પમાય. આત્મા એક, પણ તેના ભાવો અનંત, મુક્તિમાર્ગ પણ એક છે. ટૂંકમાં કહીએ તો એકમાં બધું આવી જાય છે ને વિસ્તાર કરો તો અનંત-અનંત-અનંત જેનો પાર ન આવે તેટલા ભાવો છે. શબ્દ સંખ્યાતા છે, પણ આત્માના ભાવો અનંત છે. શબ્દ અનંત થાય નહિ પણ ભાવો અનંત હોય. દેવો સાગરોપમકાળ સુધી ચર્ચા કરે તેમાં અનંત ભાવો નીકળ્યા જ કરે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com