________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૭૬ ]
પ્રશ્ન:- પુરુષાર્થ વધારે હોય તો અવિ હોય જ નહિ?
સમાધાનઃ- જેને આત્મા તરફ રુચિ હોય તે અભિવ ન હોય. ગુરુદેવે આટલું સમજાવ્યું કે શુભાશુભ ભાવ આત્માનો સ્વભાવ નથી. તે અંતરથી જેને બેસે અને જેને આત્માની રુચિ લાગે તો તે અભિવ ન હોય. ૯૫.
પ્રશ્ન:- આ જીવ ઘણીવાર સમવસરણમાં જઈ આવ્યો. છતાં સમ્યગ્દર્શન ન પામ્યો તો તેનું કારણ શું? કૃપા કરી સમજાવો.
સમાધાનઃ- તેણે અંતરથી ભગવાનને ઓળખ્યા નથી માટે એવો ને એવો પાછો આવે છે. તેણે ભગવાનને બહારથી ઓળખ્યા કે ભગવાન સમવસરણમાં બિરાજે છે, અષ્ટ પ્રાતિહાર્ય છે, સિંહાસન પર બિરાજમાન છે, છત્ર-ચામર છે ને શરીર શાંત હોવાથી તેઓ શાંત છે. તેણે એવું બધું જોયું પણ અંતરથી ભગવાનને ન ઓળખ્યા; તેથી પાછો આવ્યો, ભગવાનનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે તે ઓળખ્યું નથી એટલે પાછો આવે છે. ૯૬.
પ્રશ્ન:- આત્માના અસ્તિત્વનો સ્વીકાર કેમ આવે?
સમાધાનઃ- ગુરુદેવે કહ્યું છે તેની અપૂર્વતા અંતરમાં લાગે, આત્મામાં જ સર્વસ્વ છે એમ લાગે, આત્મા કોઈ જુદો છે તે તરફની રુચિ-પુરુષાર્થ જાગે અને શુભાશુભ ભાવમાં કયાંય રુચિ ન લાગે તેને પોતાના અસ્તિત્વનો અંતરથી યથાર્થ સ્વીકાર આવે છે. ૯૭.
પ્રશ્નઃ- ગઈકાલની ચર્ચામાં આવ્યું કે ભેદજ્ઞાન રાગ અને જ્ઞાનસ્વભાવ વચ્ચે કરવાનું છે, દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહિ. સમયસાર ગાથા ૩૮માં એમ આવે છે કે નવતત્ત્વથી આત્મા અત્યંત જુદો હોવાથી શુદ્ધ છે, તેમાં સંવર–નિર્જરા-મોક્ષ પણ આવી ગયા. તે ઉપરાંત દ્રવ્યષ્ટિ કરવી અને પર્યાયષ્ટિ છોડવી, તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનનો પ્રસંગ આવ્યો, તેવી રીતે ધ્રુવ અને ઉત્પાદ, નિષ્ક્રિયભાવ અને સક્રિયભાવ-આ બધામાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચેની ભિન્નતા આવે છે. તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવ્યું ?
સમાધાનઃ- રાગ તે વિભાવ છે, જ્ઞાન તે સ્વભાવ છે. બંને વચ્ચે સ્વભાવભેદ છે. તેથી તેના ભેદની પ્રાધાન્યતા છે. ગુણ-પર્યાયનો ભેદ તો દૃષ્ટિની અપેક્ષાએ છે, સર્વ અપેક્ષાએ નથી. ગુણ અને પર્યાય અંશ છે. દ્રવ્યદૃષ્ટિ સાધકદશાના જે જે ભેદો પડે તેને તથા ગુણસ્થાન-જીવસ્થાન આદિ બધા ભેદોને ગૌણ કરે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com