________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૬૭ જો અંતરમાં હોય, એટલે કે જ્ઞાયક વગર ચેન ન પડતું હોય તો ગમે ત્યાં સંસ્કાર હુર્યા વગર રહેતા નથી. એવા જીવને બહારનાં સાધનો મળી આવે છે, અને તેનો પુરુષાર્થ પોતાથી જાગી ઊઠે છે. ૭૫. પ્રશ્ન- એવા સંસ્કાર લઈને જીવ બીજી ગતિમાં જાય તો નિમિત્તો મળે ખરાં ? સમાધાન - નિમિત્તો મળી જાય. પોતાની ભાવના પ્રમાણે જગત તૈયાર જ હોય છે. ભાવના ઊંડી ન હોય તો વાત જુદી છે, પણ પોતાની ભાવના ઊંડી હોય તો નિમિત્તો તૈયાર હોય જ છે. ૭૬. પ્રશ્ન- અમુક અપેક્ષાએ દ્રવ્યથી પર્યાયની ભિન્નતા બતાવે છે એટલે સમજવામાં મૂંઝવણ થાય છે ! સમાધાન:- અપેક્ષા સમજી લેવી, તેમાં કાંઈ મૂંઝવણ નથી. દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે. ભેદજ્ઞાન થવાથી અર્થાત્ સ્વમાં એકત્વ અને પરથી વિભક્ત તેવી ચેતન્ય પરિણતિની ધારા પ્રગટ કરવાથી મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. શુભાશુભ વિકલ્પ તે હું નથી, હું તેનાથી જુદો છું, હું તો ચૈતન્ય તત્ત્વ છું, એક ક્ષણ પૂરતો હું નથી, હું શાશ્વત દ્રવ્ય છું-આવી દ્રવ્યદૃષ્ટિમાં ગુણના
ભેદ કે પર્યાયના ભેદ પણ આવતા નથી. જ્ઞાન બધું જાણે છે અને દૃષ્ટિ દ્રવ્યને વિષય કરે છે ત્યારે પરિણતિ સ્વ તરફ ઢળે છે. વિકલ્પ તોડીને સ્વાનુભૂતિ થાયનિર્વિકલ્પ દશા થાય-તે મુક્તિનો માર્ગ છે. તેમાં મૂંઝવણનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.
આ કઈ અપેક્ષાએ કહે છે તે જ્ઞાનમાં સમજી, દષ્ટિને મુખ્ય કરી, પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી તે જ મુક્તિનો માર્ગ છે. ૭૭. પ્રશ્ન- જુદાં જુદાં વિરોધાભાસી વચનો જોઈ અસમાધાન-મૂંઝવણ થાય છે. સમાધાન - અપેક્ષા સમજાતી નથી એટલે કયાં કઈ અપેક્ષા (છે અને કોને) મુખ્ય કરવી અને કઈ અપેક્ષા ગૌણ કરવી તે સમજાતું નથી, તેથી અપેક્ષામાં ને અપેક્ષામાં રોકાઈ જાય છે, પણ મુક્તિનો માર્ગ દ્રવ્યદૃષ્ટિથી થાય છે. મુક્તિના માર્ગે જવું હોય તો એમાં ને એમાં ગોથાં ખાવા કરતાં અપેક્ષા સમજી લેવી. આ અપેક્ષાએ ભિન્નતા કહી છે તે સમજીને સમાધાન કરવું. કોની મુખ્યતા ને કોની ગૌણતા કરવી અને શું આશય છે-તે એકાન્ત નહી પકડતાં, શું વસ્તુસ્વરૂપ છે તે સમજી લેવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com