________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૪]
[ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- ભરત ચક્રવર્તી મુનિરાજની પ્રતિક્ષા કરતા હોય છે કે કયારે મુનિરાજ આહાર લેવા પધારે? અમારે આંગણે જાણે કલ્પવૃક્ષ આવ્યું! એક સમજીને ભક્તિપૂર્વક આહારદાન આપે છે. આ રીતે ગુરુદેવ એક બાજુ મુનિરાજનું દાસત્વ અને બીજી બાજુ તું ભગવાન છો એમ કહે છે. તો તે બનંનો મેળ કઈ રીતે છે? કૃપા કરી સમજાવશોજી.
સમાધાનઃ- દ્રવ્ય અપેક્ષાએ તું ભગવાન છો એમ ગુરુદેવ કહેતા હતા. આત્માનો દ્રવ્યસ્વભાવ ભગવાન જેવો છે, પણ પર્યાયમાં વિભાવ છે, અશુદ્ધતા છે. દ્રવ્ય અપેક્ષાએ આત્મા શુદ્ધ છે, જેવા સિદ્ધ ભગવાન છે તેવો જ છે. પરંતુ પર્યાયમાં અધૂરાશ છે. ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. પોતે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે આહાર સમયે આહારદાનની ભાવના ભાવે છે કે કોઈ મુનિરાજ પધારે ને આહાર આપું. આવી ભાવના શ્રાવકોને-ગૃહસ્થોને હોય છે. કારણ કે હજી અધૂરાશ છે, સાધના ચાલે છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધભગવાન જેવો છે તેવી શ્રદ્ધા પ્રગટ થઈ છે–સમ્યગ્દર્શન પ્રગટ થયું છે ને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ છે, પણ પર્યાયમાં હજી અધૂરાશ છે, ચોથા-પાંચમા ગુણસ્થાનની ભૂમિકા છે માટે આવા ભાવ આવે છે.
મુનિરાજ તો મોક્ષમાર્ગમાં આગળ ગયા છે; છà–સાતમે ગુણસ્થાને ઝૂલે છે; સ્વરૂપની રમણતા કરી રહ્યા છે; સર્વસંગ પરિત્યાગી એક આત્મામાં ઝૂલનારા છે; આત્મામાંથી બહાર આવે ત્યારે કોઈવાર શાસ્ત્ર-સ્વાધ્યાય કે દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર આદિ શુભભાવમાં રોકાય છે; વળી ક્ષણમાં અંદર જાય છે-એવા મુનિરાજને દેખીને સાધકને બહુ ભાવના થાય છે. આહારદાનનો ટાઈમ થાય ત્યારે કોઈ મુનિરાજ પધારે! એમ છ ખંડના અધિપતિ તથા ૧૪ રત્ન ને નવિધિ જેની પાસે છે એવા ચક્રવર્તી પોતે આહારદાનની ભાવના ભાવે છે. કોઈ મુનિરાજ પધારે! મુનિરાજ આંગણે પધારતાં મારે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું! એવી ભાવના તેને આવે છે. શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ હોય છે, અને અંતરમાં શુદ્ધાત્મા ભગવાન જેવો છે એવી શ્રદ્ધા પણ હોય છે. બંને સાથે છે.
જ્ઞાનીને પર્યાયમાં અધૂરાશ છે એટલે દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ધન્ય મુનિદશા! જેણે આવી મુનિદશા અંગીકાર કરી તે ધન્ય છે–એમ ભરત ચક્રવર્તીને ભાવના આવે છે. તેને પર્યાયમાં દાસત્વ છે કે હું તો મુનિરાજનો દાસ છું; દેવ-શાસ્ત્ર-ગુરુનો દાસ છું; જે મારાથી ગુણમાં મોટા છે તે બધાનો દાસ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com