________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૨૫ છું. હું દ્રવ્ય અપેક્ષાએ ભગવાન-પ્રભુ છું, પણ પર્યાયમાં પામર છું. ક્યાં મુનિદશા અને ક્યાં મારી દશા! એમ પોતે પામરપણું માને છે. પર્યાયમાં હું તો મુનિનો દાસ છું. પર્યાયમાં દાસત્વપણું અને દ્રવ્ય અપેક્ષાએ હું ભગવાન છું-તેમ બંને જાતની પરિણતિ છે. શ્રદ્ધામાં હું દ્રવ્ય શુદ્ધ છું એમ વિશ્વાસ છે ને પર્યાયમાં અશુદ્ધતા છે તેનું જ્ઞાન છે તેથી સમ્યગ્દષ્ટિને ભાવના હોય છે કે કયારે હું મુનિપણું અંગીકાર કરું.
મુમુક્ષુ- શું પર્યાયનું જ્ઞાન કરતાં ધ્યેયમાં શિથિલતા નહિ આવી જાય?
બહેનશ્રી - પર્યાયનું જ્ઞાન કરતાં જરા પણ શિથિલતા આવતી નથી, જેવું દ્રવ્ય છે એવી શ્રદ્ધા હોય ત્યાં શિથિલતા આવતી નથી. શ્રદ્ધાની-જ્ઞાયકની પરિણતિ (દ્રવ્ય હું જ્ઞાયક છું તે) ચાલુ છે ને પર્યાયમાં દાસત્વ હોય છે-તે બંને સાથે રહે છે, તેમાં જરા પણ ફેર આવતો નથી. પર્યાયમાં દાસત્વ માને છે તેમાં પણ ફેર આવતો નથી. અને પોતે દ્રવ્ય પ્રભુત્વ માન્યું છે તેમાં પણ ફેર આવતો નથી. દાસત્વમાં જરાય ઓછું દાસત્વ નથી, પણ પૂરેપૂરી અર્પણતા છે અને અંદર પ્રભુત્વમાં પણ જરાય મોળપ નથી આવતી. બંને એકસાથે રહે છે. તે પૂરેપૂરી ભક્તિ કરે છે. હું તો ભગવાન જેવો છું, માટે ભક્તિ શું કરવા કરવી? એમ કરીને દાસત્વ ઓછું કરે છે એમ પણ નથી.
મુમુક્ષુઃ- પર્યાયને બહુ યાદ કરવા જઈએ તો દષ્ટિ મંદ પડી જાય એવું ન બને?
બહેનશ્રી - જરા પણ એવું બનતું નથી. સાધકને પર્યાય પણ ખ્યાલમાં છે અને દ્રવ્ય પણ ખ્યાલમાં છે. તે બંનેને ખ્યાલમાં રાખીને, જે વખતે જે જાતનો રાગ આવે છે તેમાં જુદો રહે છે. પર્યાયમાં જે પ્રશસ્તરાગ આવે છે તેમાં ભક્તિ આવે છે પણ પોતે જુદો રહે છે. દષ્ટિનું જોર બરાબર ટકી રહે છે.
મુમુક્ષુઃ- રાગથી જુદો રહીને તેને બરાબર જ્ઞાન કરે છે?
બહેનશ્રી - રાગથી જુદો રહીને તેનું જ્ઞાન કરે છે અને ભક્તિ પણ આવે છે- બંને સાથે થાય છે. એકલું જ્ઞાન કરે છે એમ નથી, ભક્તિ પણ આવે છે. ચક્રવર્તીરાજા પોતે ભાવના ભાવે છે અને પોતે આહાર આપે છે, માણસોને હુકમ કરે એમ નહિ. પોતાને સ્વયં એવી ભાવના આવે છે અને વર્તન પણ એવું થાય છે. નિશ્ચય-વ્યવહારની સંધિ છે. તે બંને કેમ સાથે રહેતા હશે ! એમ અટપટું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com