________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૪૭ બહારનાં અમુક કાર્યોમાં તે જોડાય, પણ અંદરથી એકત્વબુદ્ધિ છૂટી જાય. આવી જાતની નિવૃત્તમય પરિણતિ જ તેને રુચે તો અંતરમાં પ્રવૃત્તિમાંથી રસ ઊડી જાય.
અશુભથી બચવા શુભભાવ આવે તે જુદી વાત છે, પણ અંતરમાંથી આત્માનો નિવૃત્તમય સ્વભાવ છે તેમાં આનંદ આવવો જોઈએ. સ્વભાવ પરિણતિમાં આનંદ આવે, અંદર રહેવામાં રસ આવે, કર્તા થવામાં રસ છૂટી જાય ને જાણનાર રહેવામાં રસ આવે કે હું તો જાણનાર-ઉદાસીન જ્ઞાયક છું. પર પદાર્થનું હું કાંઈ કરી શકતો નથી, તેના કોઈ ફેરફારો કરી શકતો નથી. તે જાણનાર હોવા છતાં અમુક રાગને લઈને કાર્યમાં જોડાય, તો પણ એની મર્યાદા હોય છે. પોતાને ભૂલીને પરમાં, વિભાવમાં જોડાઈ જાય એવું ન થાય. જ્ઞાયકતાની, ઉદાસીનતાની મર્યાદામાં જ રહે છે.
કબુદ્ધિમાં જીવને એટલું બધું પરની સાથે એકત્વ થઈ જાય છે કે પોતાનું જ્ઞાયકપણું ભૂલી જાય છે. તેથી તો આચાર્યદેવે આખો કર્તા-કર્મ અધિકાર જુદો લીધો છે તથા ગુરુદેવે પણ કર્તા-કર્મ અધિકારનો બહુ જ ખુલાસો કર્યો છે.
કર્તા બુદ્ધિના રસમાં કાંઈ કરવું નહિ એવી જાતની શ્રદ્ધા કરવી મુશ્કેલ પડે છે, આમાં એકકોર બેસી જવું એમ નહિ પરંતુ અંદરથી શ્રદ્ધામાં પલટો ખાવાની વાત છે. ૪૬. પ્રશ્ન- જ્ઞાનીનું જ્ઞાન નિર્વિકલ્પપણે કામ કરે છે ? સમાધાનઃ- જેમ શ્રદ્ધા કામ કરે છે તેમ જ્ઞાન પણ સહજ કામ કરે છે. તેને વિકલ્પ ઉઠાવવો પડતો નથી. શ્રદ્ધા પણ એમ જ કામ કરે છે અને જ્ઞાનધારા પણ એવી નિર્વિકલ્પપણે કામ કરે છે. નિર્વિકલ્પ એટલે સ્વાનુભૂતિની જે નિર્વિકલ્પતા તે નહિ, પણ તેની પરિણતિ તે જાતની થઈ જાય છે. એટલે કે તેને રાગનો વિકલ્પ કરી-કરીને જ્ઞાતાપણે રહેવું પડે તેમ નથી, પણ સહજ પરિણતિ છે. જેમ એક્વબુદ્ધિની પરિણતિ સહજ છે, તેને કાંઈ વિકલ્પ કરીને રાખવી પડતી નથી; તેમ જ્ઞાનીને પણ પોતાનો સ્વભાવ છે એટલે જ્ઞાતાપણું સહજ રહે છે. ૪૭. પ્રશ્ન- પંચમકાળમાં આવા ગુરુ મળવા મુક્લ છે, મહુભાગ્ય કે આવા ગુરુ મળી ગયા. સમાધાન - પંચમકાળમાં સાચા ગુરુ મળવા જ મુશ્કેલ છે. તેમાં વળી આવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com