________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬]
[સ્વાનુભૂતિદર્શન અને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય મળે તેમાં જીવન જાય તો તે સફળ જીવન છે. બાકી તે વિના બધા જીવન સાવ નિષ્ફળ, તુચ્છ ને સૂકા છે. તે જીવન આદરવા યોગ્ય નથી. એક શુદ્ધાત્મા આદરવા યોગ્ય છે. તેથી જે જીવનમાં આત્માનું કાંઈ કર્યું નહિ, શુદ્ધાત્માનું ધ્યેય રાખ્યું નહિ, તેની આરાધના કરી નહિ, તથા દેવશાસ્ત્ર-ગુરુની મહિમા કરી નહિ તે જીવન નકામું છે.
પદ્મનંદી આચાર્યદેવે કહ્યું છે કે તે ગૃહસ્થાશ્રમ શું કામનો ? કે જે ગૃહસ્થાશ્રમમાં ગુરુના પગલાં નથી, ગુરુનાં આહારદાન નથી, જિનેન્દ્રદેવનાં દર્શન નથી, તેમ જ શાસ્ત્ર-સ્વાધ્યાય નથી. તે ગૃહસ્થાશ્રમને પાણીમાં બોળી દેજે એમ આચાર્યદેવે કહ્યું છે. ૪૫. પ્રશ્ન- આપે પહેલાં કહેલ કે ઉદાસીનપણે રહેવાનો રસ આવવો જોઈએ, જ્ઞાતાદષ્ટા રહેવામાં રસ આવવો જોઈએ. તો તેનો પ્રયોગ શું? સમાધાન- આત્મા અને તેનો સ્વભાવ જે નિવૃત્તસ્વરૂપ છે તેનો પોતાને રસ હોવો જોઈએ એમ થતાં આત્મા તે રૂપે પરિણમન કરે તો એવી નિવૃત્તિ પરિણતિ થાય અને જ્ઞાયકનું બળ વધવાથી કર્તાપણું છૂટે. હું બસ ઉદાસીન જ્ઞાયક છું. હું કોઈનું કાંઈ કરી શકતો નથી. વિભાવમાં જોડાઈ જવાય છે, પણ હું જ્ઞાયક છું. આ વિભાવ મારો સ્વભાવ નથી, હું તો જાણનારો છું,-જ્ઞાતાપણે રહેનારો છું. આમ જ્ઞાયક સ્વભાવની જેને દઢતા હોય કે હું તો જ્ઞાયક જ છું અર્થાત્ જ્ઞાતાપણાનો જેને રસ હોય છે અને જેને ઉદાસીન રહેવાની રુચિ હોય,ઉદાસીનતામાં રસ હોય, તે નિવૃત્તપણે રહી શકે. જીવને અનાદિનો કબુદ્ધિનો એટલો બધો રસ લાગ્યો છે કે હું કરું, આ મેં કર્યું એમ થાય છે. તે રસની અંદર તેને જ્ઞાતા થઈને નિવૃત્ત રહેવું કે હું કાંઈ કરી શકતો નથી, તે મુશ્કેલ પડે છે. જ્ઞાયકનો જેને રસ હોય, મહિમા હોય તે અંદરની મહિમાથી નિર્ણય કરે-શ્રદ્ધા કરે તો નિવૃત્ત પરિણતિ પ્રગટ કરી શકે છે. વિકલ્પ વખતે પણ જ્ઞાયક રહેવાનો રસ હોય, તેવી જેને અંદરની શાયકની નિવૃત્તદશા રુચતી હોય તે ઉદાસીન રહી શકે છે. જેને કર્તુત્વબુદ્ધિ રચતી હોય તે ઉદાસીન રહી ન શકે. તેણે વિચારથી તો નક્કી કર્યું હોય કે હું કર્તા નથી, જ્ઞાતા છું. પણ અંદરથી જ્ઞાયકની મહિમાનો રસ હોય તો તેને શાયકની વારંવાર ભાવના અને જિજ્ઞાસા થાય, અને તો તેને તેવી પરિણતિ પ્રગટ થાય. કાંઈ કરવું નહિ એવી નિવૃત્ત દશા જેને ગમતી હોય, રુચતી હોય તે અંદર રહી શકે. પછી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com