________________
[૫૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] હવે જ્ઞાયકદેવ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. આ જગતમાં બીજું જે કાંઈ છે તે સારભૂત નથી, તુચ્છ છે.
હું મારા શાયકદેવને ઓળખું, તેને નીરખ્યા કરું, તેની મહિમા કરું, તેનું પૂજન કરું-આમ જ્ઞાયકદેવની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે.
જ્ઞાયકદેવની મહિમા આવ્યા વગર મુક્તિનો માર્ગ પ્રગટ થતો નથી. તેને ઓળખીને, શ્રદ્ધા કરીને તેની લીનતા કરવાથી સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. આ માટે બીજેથી રાગ તૂટીને વિરક્તિ આવે તો જ અંતરમાં આવી શકે છે.
પૂજ્ય ગુરુદેવની વાણીમાં આવે છે ને કે “તું પરમાત્મા છો; તું પરમાત્મા છો એમ નક્કી કર' ગુરુદેવે જે કહ્યું છે તે જ કરવાનું છે. જ્ઞાયકદેવની મહિમા કરી તેને દ્વારે ટહેલ મારવી. પ૧. પ્રશ્ન:- જ્ઞાયકદેવની કેવી ભક્તિ આવે તો જ્ઞાયકદેવ પ્રગટ થાય ? સમાધાનઃ- જ્ઞાયકનું જ્ઞાન અને મહિમાપૂર્વક જ્ઞાયક...જ્ઞાયક...મને જ્ઞાયક જ જોઈએ છે, મારે જ્ઞાયક સિવાય બીજું કાંઈ જોઈતું નથી. જ્ઞાયકની એવી ભક્તિ અંદરથી આવવી જોઈએ.
જાગતાં જ્ઞાયક, સૂતાં જ્ઞાયક, ખાતાં-પીતાં, ઊઠતા-બેસતાં મારે જ્ઞાયક જ જોઈએ છે. મારે જ્ઞાયકદેવની મહિમા, ભક્તિ-સ્તુતિ કરવી છે, જ્ઞાયકને દેખવો છે, જ્ઞાયકનાં દર્શન કરવાં છે. હું જ્ઞાયકને જ જોયા કરું, જ્ઞાયકના ગુણ-ગ્રામ ગાઉં, જ્ઞાયકની પૂજા કરું એવી ભક્તિ હોય તો જ્ઞાયકદેવ પ્રગટ થયા વિના રહે નહિ.
જેમ જિનેન્દ્રદેવ અને ગુરુને ઓળખીને નક્કી કરે કે આ દેવ છે ને આ સાચા ગુરુ છે પછી ભગવાનના દ્વારે જાય તો તેને એમ થાય કે મારે ભગવાનના દર્શન કરવાં છે, સ્તુતિ-પૂજા કરવી છે, એવી રીતે ગુરુનાં દર્શન કરું, ગુરુને જોયા જ કરું, ગુરુદેવની વાણી સાંભળ્યા કરું. પરીક્ષા કરીને નક્કી કર્યું હોય તો પછી સ્તવન- ગુણગ્રામ કરે ને દેવ-ગુરુ શું કહે છે તેનો આશય સમજવા પ્રયત્ન કરે. તેમ પ્રથમ આ જ્ઞાયક જ છે એમ લક્ષણથી ઓળખીને નક્કી કરે અને પછી તેની ભક્તિ-સ્તુતિ કરે તો જ્ઞાયકની ભક્તિ સાચી કહેવાય. (આ રીતે ) જ્ઞાયકની પાછળ પડે તો પ્રગટ થયા વગર રહે જ નહિ. સાચો ભક્તિમાર્ગ આ છે.
દેવ-શાસ્ત્ર-ગુની ભક્તિ સાથે જ જ્ઞાયકની ભક્તિ આવવી જોઈએ. દેવ
ગુરુની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com