________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૪૧ થાય? તેવી અંદરથી લગની લાગે તો આત્મા અંદરથી પ્રગટ થાય; પણ તેને ક્ષણે ક્ષણે એવી રુચિ અને લગની જોઈએ. ૪૨. પ્રશ્ન- પરમાર્થની પ્રાપ્તિ થવા વિષે કોઈ પ્રકારનું આકુળ-વ્યાકુળપણું થવું તેને શ્રીમદ્જીએ દર્શન પરીષહ કહ્યો છે. તો તેમાં તેઓ શું કહેવા માંગે છે ? સમાધાન - પરમાર્થની પ્રાપ્તિ માટે ખોટી આકુળતા થાય તે દર્શન પરીષહ છે. આભાર્થી ખોટી ઉતાવળ ન કરે પણ તેમાં ધીરજ જોઈએ. ધીરજ રાખે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આત્મા કેમ પ્રાપ્ત થાય? કેમ કરું? હજુ કેમ પ્રગટ થતો નથી? એવી બધી આકુળતા થાય તે એક જાતનો પરીષહ છે. તેમાં દર્શનમોહનું નિમિત્ત છે અને કાર્ય ન થવામાં ઉપાદાન કારણ પોતાનું છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ કેવી રીતે ગ્રહણ થાય ? રાગથી કેમ છૂટો પડે ? ભેદજ્ઞાન કેમ થાય? પ્રજ્ઞાછીણીથી સૂક્ષ્મ થઈને અંદરમાં જ્ઞાનને કેમ ગ્રહણ કરાય? આટલો ટાઈમ થયો તો કેમ થતું નથી? એવી બધી અંદરમાં આકુળતા થાય, છતાં તેમાં શાંતિ રાખે કે મારી ભાવના છે તો થવાનું જ છે. પ્રયત્ન ચાલુ જ રાખે ને ધીરજથી માર્ગને ઓળખવાનો પ્રયત્ન કરે. આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાયક શું છે? જ્ઞાન તે જ હું છું, આ બધો રાગ છે તે મારો સ્વભાવ નથી. તે વેદન જુદી જાતનું છે અને જ્ઞાનનો જે જાણવાનો સ્વભાવ છે તે જાત જુદી છે. એમ લક્ષણથી રાગને ભિન્ન ઓળખ્યા કરે અને જ્ઞાનને ગ્રહણ કરે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે અને દર્શનમોહ ચાલ્યો જાય છે. પરંતુ તેને ધીરજ હોવી જોઈએ. જો આકુળતા-ઉતાવળ કરે તો કાર્ય ન થાય. ગમે તેટલો ટાઈમ જાય તો પણ વારંવાર પ્રયત્ન કર્યા જ કરે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું કારણ થાય છે. પહેલાં આકુળતા તો થાય, પણ શાંતિ રાખવી જોઈએ.
મુમુક્ષુઃ- ઉતાવળ કરવા જઈએ તો બીજે આડ-અવળે રસ્તે ચઢી જઈએ ?
બહેનશ્રી:- હા, ઉતાવળ કરવાથી થાય નહિ આડ-અવળે રસ્તે ચઢી જાય. ઉતાવળ કરવા જાય તો સ્વભાવ ગ્રહણ થતો નથી. સ્વભાવ તો ધીરજથી જ ગ્રહણ થાય છે. પોતે શાંતિથી અંદર સૂક્ષ્મ થઈને જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરે તો તે પકડાય તેવો છે. ઉતાવળ કરે તો કાંઈકનું કાંઈક પકડાઈ જાય-ખોટું પકડાઈ જાય, ખોટો સંતોષ માની લે. કાર્ય નથી થતું માટે (ખોટી ) ઉતાવળ કરે તો ખોટું થઈ જાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com